તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8.25 કરોડની ઉચાપતનું કૌભાંડ:કૌભાંડીઓના પાપે રાવલવાડી પોસ્ટ કચેરીમાં ખાતેદારોના ધસારા વચ્ચે માત્ર એક મહિલા કર્મી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વસનીય લેખાતા પોસ્ટ ખાતા પરનો ભરોસો કાૈભાંડકારીઓએ તોડ્યો
 • સવારથી સાંજના 7 સુધી રહે છે ભીડ: 3 સબ પોસ્ટ માસ્તર સસ્પેન્ડ થયા બાદ વધ્યું ભારણ

ગુજરાતના પોસ્ટ વિભાગનું સાૈથી મોટા રૂા. 8.25 કરોડની ઉચાપતનું પ્રકરણ ભારે ગાજી રહ્યું છે ત્યારે અા કાૈભાંડના અેપી સેન્ટર સમાન રાવલવાડી પોસ્ટ અોફિસની માઠી દશા બેઠી છે. રિકરીંગ અને સેવીંગ સહિતના સેંકડો ખાતા ધરાવતી અા ટપાલ કચેરીમાં અેક તરફ હાલમાં અેક માત્ર મહિલા કર્મચારી છે. (અન્ય અેક મહિલા ચોથા વર્ગના કર્મચારી છે)

બીજી બાજુ કાૈભાંડ બહાર અાવ્યા બાદ પોતાના નાણા સલામત છે કે કેમ અે તપાસવા ખાતેદારોની સવારથી સાંજ સુધી ભીડ જામે છે. પાસબુકો લઇને અાવા લોકો કતાર લાગવી રહ્યા છે, પરિણામે કચેરીની રૂટીન કામગીરી પર વિપરીત અસર પડી છે. ત્રણ સબ પોસ્ટ માસ્ટર સસ્પેન્ડ થયા તેનાથી પહેલા જ કોઇ કારણસર અહીંથી બદલી થઇ ગઇ હતી, પરિણામ રૂપે કાૈભાંડ ખુલ્યા પછી ભારણ ખુબ વધી ગયું છે છતાં પોસ્ટ વિભાગે અહીં વધારાનો અેક પણ કર્મચારી નીમવાની હજુ સુધી તસ્દી નથી લીધી, તેનો ભોગ ખાતેદારો બની રહ્યા છે.

પોસ્ટ વિભાગે ફરી માૈન ધારણ કરી લીધું !
વડી ટપાલ કચેરીમાં સુરેન્દ્રનગરના અધિક્ષક સહિતનો તપાસ ટીમ બીજા દિવસે પણ છાનબીનમાં વ્યસ્ત રહી હતી. પરંતુ કચ્છના અધિક્ષક મહેશ પરમારે ટેલિફોન રિસીવ કરવાનું અને અંગે જવાબ અાપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો