રક્તદાન:ભુજ RTOમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં નવ બોટલ જ ડોનેશન થયું

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વેક્સિનને કારણે અનેક લોકો લોહી અાપી ન શકયા

વૈશ્વિક સ્મૃતિ દિવસની ઉજવણી નિમિતે ભુજની અાર.ટી.અો.માં અાવતા અરજદારો, કચેરીના અધિકારી-કર્મચારી સામે બ્લડ ડોનેશન કેમ્પનું અાયોજન કરાયું હતું, તો મોટર વ્હિકલ અેક્ટના નિયમો પાળવાની શપથ પણ લેવાઇ હતી. કોરોના વેકસિનને કારણે માત્ર નવ લોકો જ રક્તદાન કરી શક્યા હતા.

અાર.ટી.અો.માં સવારે અધિકારી-કર્મચારી, અેજન્ટ મિત્રો અને અરજદારોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટર વ્હિકલ અેક્ટના નિયમો પાળવા માટે શપથ લેવાઇ હતી, બાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું અાયોજન કરાયું હતું. કોરોનાની વેક્સિન અને બિમારીની સીઝનને કારણે નવ લોકો જ રક્ત અાપી શકયા હતા, બાકીના મોટાભાગના ઇચ્છુક દાતાઅો લેબોરેટરી ટીમ દ્વારા રીજેકટ કરાયા હતા. અા પ્રસંગે અાર.ટી.અો. ચિંતનભાઇ પટેલ દ્વારા બ્લટ ડોનેટ કરી કેમ્પની શરૂઅાત કરાઇ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પનું અાયોજ કરાઇ રહ્યું છે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમ મોકુફ રહ્યો હતો તો અા વર્ષે વેક્સિનેશનને કારણે માત્ર નવ લોકો જ ડોનેશન કરી શક્યા હતા. અા પ્રસંગે મયુરધ્વજ ચાૈધરી, ગાૈરવ પરમાર, પ્રવીણ ચાૈહાણ, અાર. અાર. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઅોઅે મોટર વ્હિક્લ નિયમ અંગે જાણકારી અાપી અને નિયમો પાળવાથી વાહન ચાલકની જ સેફટી રહેલી છે તે અંગે સમજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...