તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાંથી કોવિડ-19 વિદાય ભણી હોય અેમ બુધવારે અંજારનો 1 અને ભુજના 3 પોઝિટિવ સાથે જિલ્લામાં માત્ર 4 જ કેસ ઉમેરાયા છે. જોકે, વધુ 11 દર્દી સાજા થતા સારવાર હેઠળ હવે માત્ર 64 દર્દી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 4451 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 4275 દર્દી સારવાર દરમિયાન સાજા થઈ ગયા છે. સારવાર દરમિયાન 81 દર્દીના મોત જાહેર કરાયા છે. પરંતુ, મોતનો અે અાંકડો શંકાસ્પદ અને વિવાદસ્પદ કહ્યો છે. કેમ કે, મૃત કોરોનાના દર્દીને લઈ જતી શબવાહિની અને સ્મશાન ઘાટના અાંકડા અેનાથી પાંચ ગણા અાંકડા તરફ ઈશારો કરી રહ્યા છે.
જે હોય તે પણ અેક સારા સમાચાર અે છે કે, અેક બાજુ કોરોના સામે રક્ષણ અાપતી કોવિશીલ્ડ રસી અાવી ગઈ છે અને બીજી બાજુ સામાન્ય લોકો રસી લે અે પહેલા જ કોવિડ-19 વિદાય ભણી છે. જોકે, કોવિશીલ્ડ રસી અાપવા બાબતે સરકારની દાનત પણ શંકાસ્પદ છે.
કેમ કે, હેલ્થકેર વર્કર્સને મફત રસી અાપવાના કાર્યક્રમમાં સરકારી કર્મચારીઅો ઉપરાંત ખાનગી અને ટ્રસ્ટના કર્મચારીઅોને મફત રસી અાપવામાં અાવી છે. જેમની કોરોના વોરિયર્સ તરીકે કોઈ નોંધનીય ભૂમિકા જ રહી નથી. ઊલ્ટું ઊંચા દરેક સારવાર અાપી કમાણી જ કરી છે. બીજી તરફ ફ્રન્ટ લાઈન વર્કર્સ, 50 વર્ષથી નીચેના બીમાર લોકો, 50 વર્ષથી ઉપરના વયસ્ક લોકોને રસી અાપ્યા બાદ ઉમર વર્ષ 18થી 50ની તંદુરસ્ત વ્યક્તિને મફત રસી અાપવાની કોઈ સ્પષ્ટતા જ નથી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અે દરમિયાન બજારમાં રસી ઉપલબ્ધ થઈ જશે, જેથી સરકાર મફત રસી અાપવાની જવાબદારીમાં હાથ અધ્ધર કરી દેશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.