સહાય યોજના:પુન:લગ્ન માટે અપાતી સહાયમાં 1 મહિનામાં માત્ર 4 અરજી આવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધવાઓને કરાતી 50 હજારની મદદ
  • ઓગસ્ટથી શરૂ થઇ છે આર્થિક સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિધવા સહાય મેળવતી વિધવા મહિલાઓ પુન:લગ્ન કરે તો સરકાર દ્વારા 50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જોકે 1 મહિનાથી શરૂ થયેલી આ યોજનામાં કચ્છમાં હજી સુધી માત્ર 4 જ અરજી થઈ છે.

જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવનીબેન રાવલે જણાવ્યું કે, રાજ્યમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા મહિલાઓ પુન: લગ્ન કરે તો 50 હજારની સહાય મળે છે જેમાં 25 હજાર બેંકમાં જમા થાય છે જ્યારે 25 હજારના બચતપત્રો મળે છે.પુન:લગ્નના છ મહિનામાં નોંધણી કરાવી શકાય છે કચ્છમાં ઓગસ્ટ મહિનાથી આ યોજનાનું અમલીકરણ શરૂ થયું છે જેમાં પાંચ અરજી પૈકી 1 નામંજુર થતા 4 અરજી જ ગ્રાહ રહી છે.વિધવા મહિલાઓને આ નવી યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી તેમજ આ સંદર્ભે વધુ માહિતી માટે અરજદાર ભુજમાં જૂની મામલતદાર કચેરી સ્થિત આવેલ મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરીનો રૂબરૂ સંપર્ક પણ કરી શકે છે તેવું ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...