તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:શહેરના વોર્ડ નંબર 1, 9 અને 11માં ચાર આંકડાવાળી માત્ર 3 અટકો!

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેક વોર્ડમાં 3 અાંકડાની સંખ્યામાં 17થી 35 અટકવાળા મતદારો

ભુજ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત 23મી જાન્યુઅારીઅે થઈ ગઈ છે અને અાજે 8મી ફેબ્રુઅારીઅે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે, જેથી ચૂંટણીમાં ઝંપલાવનારા ઈચ્છુકોઅે પોતપોતાની જ્ઞાતિના વર્ચસ્વવાળા વોર્ડમાં ઉમેદવારી નોંધવવા પ્રયાસો કરી દીધા છે. પરંતુ, અે દરમિયાન રસપ્રદ વાત અે જોવા મળી છે કે, વોર્ડ નંબર 1માં 1398 ખત્રી, 1334 સમા, વોર્ડ નંબર 9માં 1108 ઠક્કર અને વોર્ડ નંબર 11માં પણ 1125 ઠક્કર અટકવાળા મતદારો છે. અે સિવાય અન્ય કોઈ અટકવાળા 4 અાંકડાની સંખ્યા ઉપર નોંધાયા નથી. જોકે, દરેક વોર્ડમાં 3 અાંકડાની સંખ્યાવાળી 17થી 35 અટકો નોંધાયેલી છે.

ખત્રી અટકવાળા મતદારો વોર્ડ નંબર 1 ઉપરાંત વોર્ડ નંબર 2માં 107, 3માં 191, 5માં 684 અને 6માં 268ની સંખ્યા સાથે 3 અાંકડે જોવા મળ્યા છે. જ્યારે સમા અટકવાળા મતદારો વોર્ડ નંબર 1 ઉપરાંત વોર્ડ નંબર 2માં 321, 3માં 476, 4માં 389, 6માં 244 અને 10માં 146ની સંખ્યા સાથે 3 અાંકડે જોવા મળ્યા છે. જ્યારે ઠક્કર અટકવાળા વોર્ડ નંબર 9 અને 11 ઉપરાંત વોર્ડ નંબર 3માં 105, 4માં 369, 5માં 605, 6માં 961, 7માં 796, 8માં 734ની સંખ્યા સાથે 3 અાંકડે પણ જોવા મળ્યા છે.

અેકથી વધુ જ્ઞાતિમાં સમાન અેક જ અટક
કેટલીક અટકો અેવી છે જે અેકથી વધુ જ્ઞાતિમાં સમાન જોવા મળે છે, જેથી સમા કે ખત્રી અટક ઉપરથી જ્ઞાતિ નક્કી કરી ન શકાય. અેવી જ રીતે લોહાણા જ્ઞાતિમાં ઠક્કર અટક છે અને અન્ય અટકો પણ છે, જેથી માત્ર ઠક્કર અટકવાળાની સંખ્યા ઉપરથી જ્ઞાતિની સંખ્યા નક્કી ન થાય. વળી, અા વોર્ડ મુજબ મતદાર યાદીમાંથી તારવેલી અટકો છે, જેમાં વધઘટ હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો