તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં નવા માત્ર 15 કેસ નોંધાયા, શહેરોમાં 6 અને ગામડામાં 9 પોઝિટિવ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1નું મોત, હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટીને 1684 દર્દી
  • જિલ્લામાં વધુ અધધ 194 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

કચ્છમાં શનિવારે નવા માત્ર 15 સંક્રમિતોનો ઉમેરો થયો છે, જેમાં શહેરોના 6માંથી અંજાર, ગાંધીધામમાં 2-2, ભચાઉ, ભુજમાં 1-1 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 9માંથી તાલુકા મુજબ જોઇઅે તો ભુજ, ગાંધીધામ, માંડવીમાં 2-2, અંજાર, નખત્રાણા, રાપરમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.

જિલ્લામાં વધુ 194 સાજા થયા છે, જેમાં તાલુકા મુજબ ભુજના 56, ગાંધીધામના 26, અંજારના 23, રાપરના 20, ભચાઉના 19, અબડાસાના 14, માંડવી, નખત્રાણાના 11-11, મુન્દ્રાના 10, લખપતના 4 દર્દીઅોનો સમાવેશ થાય છે, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ 1684 દર્દીઅો રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 12431 પોઝિટિવ દર્દીઅો નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 10635 દર્દી સાજા થઈ ગયા છે. જોકે, પંદરેક મહિનામાં કુલ 279 દર્દીઅોના સારવાર દરમિયાન મોત પણ નોંધાયા છે.

સાજા થનારા વધે છે છતાં શુક્રવારે ઉપલબ્ધ પથારી ઘટી
મે મહિનામાં મંગળવારે કુલ 4054 પથારીમાંથી 2954 ઉપલબ્ધ હતી. બુધવારે 4030માંથી 3001 ઉપલબ્ધ હતી. ગુરુવારે 4030માંથી 3042 ઉપલબ્ધ હતી. શુક્રવારે 3980માંથી 3031 ઉપલબ્ધ હતી. શનિવારે 3980માંથી 3050 ઉપલબ્ધ હતી. પરંતુ, અહીં સવાલ અે થાય છે કે, જો દરરોજ નવા ઉમેરાતા સંક્રમિતોની સરખામણીઅે સાજા થનારાની સંખ્યા 5થી 8 ગણી વધી રહી છે તો 3જી તારીખ કરતા 4જી તારીખે ઉપલબ્ધ પથારીની સંખ્યા વધવાને બદલે ઘટી કેમ ગઈ.

ખરેખર કેસો ઘટી રહ્યા છે કે પછી ટેસ્ટ ઓછા કરાય છે ?
કચ્છમાં માર્ચ, અેપ્રિલ અને મે મહિના દરમિયાન પ્રાથમિક અારોગ્ય કેન્દ્રોમાં પણ ટેસ્ટ વધ્યા હતા, જેથી સ્વભાવિક રીતે પોઝિટિવ કેસોની સંખ્યા વધી હતી. પરંતુ, તબીબી સ્ટાફ સામે દર્દીઅોની સંખ્યા વધી ગઈ હતી, જેથી સારવાર સામે ફરિયાદો પણ વધવા લાગી હતી. જોકે, મે મહિનાના અંતે અને જૂન માસના પ્રારંભથી નવા સંક્રમિતોની સંખ્યા ઘટવા લાગી છે અને સાજા થનારાની સંખ્યા વધવા લાગી છે, જેથી પ્રશ્ન થાય છે કે, ટેસ્ટમાં અચાનક ઘટાડો કરાયો છે કે શું.

અન્ય સમાચારો પણ છે...