રાહત:કુલ સંક્રમિતમાં 13 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ, 90 એક્ટિવ કેસ પૈકી 78 દર્દી હોમ આઇસોલેશનમાં

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેનાથી લોકોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે પણ રાહતની બાબત એ છે કે,કુલ સંક્રમિતમાં માત્ર 13 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ છે બાકીના દર્દીઓમાં હળવા લક્ષણો હોવાથી તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.વધતા કેસોથી ત્રીજી લહેરની સંભાવના જોવામાં આવી રહી છે ત્યારે હાલમાં નોંધાતા દર્દીઓમાં કોરોનાના ગંભીર પ્રકારના કેસો જોવા મળતા નથી.જિલ્લામાં હાલમાં કોરોના પોઝીટીવ 90 સક્રિય કેસો છે. જેમાંથી 12 દર્દી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બાકીના 78 દર્દીઓમાં હળવા લક્ષણો હોવાથી હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

મંગળવારે વધુ 24348 કિશોરોએ રસી મૂકાવી
15 થી 18 વર્ષની આયુના બાળકોના રસીકરણ અભિયાનમાં સોમવારે 51327 લોકોએ વેક્સિન મૂકાવ્યા બાદ મંગળવારે વધુ 24348 કિશોરોનું રસીકરણ કરાયું હતું. બે દિવસની ડ્રાઇવ દરમિયાન શાળાએ જતા 90 હજાર લાભાર્થી પૈકી તંત્ર દ્વારા 75675 તરૂણોને રસી અપાઇ છે હવે આરોગ્ય વિભાગ ઘરે-ઘરે જઇ કિશોરોને કો-વેક્સિન આપશે.

અન્ય સમાચારો પણ છે...