તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાજકોટથી માત્ર 12 હજાર ડોઝ આવ્યા, વધુ 2 દિવસ ખેંચાશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામે રક્ષણ અાપતી રસી અાપવામાં સરકાર હાંફી ગઈ
  • અાજે અને અાવતીકાલે કોવિશિલ્ડના ડોઝ 6-6 હજાર વ્યક્તિને અપાશે

કચ્છમાં 7મીથી 9મી જુલાઈ સુધી સળંગ ત્રણ દિવસ સુધી કોરોના સામે રક્ષણ અાપતી રસીના ડોઝ અાપવાનું બંધ હતું. પરંતુ, 10મી જુલાઈના 6723 વ્યક્તિને રસી અપાઈ હતી. કચ્છ માટે વધુ 12 હજાર ડોઝનો જથ્થો રવિવારે રાત્રે રાજકોટથી રવાના થયો હતો, જેથી અાજે અને અાવતી કાલે પણ 6-6 હજાર વ્યક્તિને ડોઝ અપાશે.

અધિક મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, રવિવારે દસ તાલુકામાંથી અબડસામાં 50, ગાંધીધામમાં 20, લખપતમાં 40, મુન્દ્રામાં 10 અને નખત્રાણામાં 160 મળીને કુલ 280 ડોઝ હાજર સ્ટોકમાં છે. કચ્છ માટે હજુ 12000 ડોઝ રાજકોટથી રવિવારે રવાના થઈ ગયા છે, જેથી દસેદસ તાલુકામાં સોમવાર અને મંગળવારે રસી અાપવાનો કાર્યક્રમ ઘડી કઢાયો છે, જેમાં બંને દિવસે તાલુકા મુજબ જોઈઅે તો ભુજમાં 1200, ગાંધીધામમાં 1150, અંજારમાં 950, માંડવીમાં 600, મુન્દ્રામાં 500, રાપરમાં 400, ભચાઉ અને નખત્રાણામાં 350-350, લખપતમાં 200 ફાળવાશે.

સબ સેન્ટરમાં રસીકરણ ચાલુ છે : ડો. કન્નર
અધિક જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને પૂછ્યું કે, શું સબ સેન્ટરમાં રસી અાપવાનું રસી અાપવાનું બંધ કરી દેવાયું છે. તો તેમણે કહ્યું કે, દરરોજ 6000 ડોઝ અપાય છે. સબ સેન્ટરમાં પણ રસીકરણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...