અરજી:કોરોનાથી મૃત્યુ અંગેના પ્રમાણપત્ર માટે બે દિવસમાં માત્ર 12 અરજી

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં તંત્રના મતે કોવિડ-19થી 282ના મોત, બિનસત્તાવાર અાંક વધુ
  • ભુજમાં ડિઝાસ્ટર મામલતદાર કચેરીઅે ફોર્મ માટેની ચાલતી કામગીરી

કચ્છમાં કોરોના મહામારીના કારણે તંત્રના દાવા મુજબ 282 દર્દી જ મૃત્યુ પામ્યા છે જયારે બિન સત્તાવાર રીતે મોતનો અાંક ખુબ જ મોટો છે ત્યારે જે દર્દીના મૃત્યુના દાખલામાં કોરોનાનો ઉલ્લેખ ન હોય તેવા દર્દીના સગાઅોઅે તે દર્દીનું કોરોનાથી મોત થયું છે તેવું સાબિત કરવા માટે ભુજની ડિઝાસ્ટર મામલતદાર કચેરીઅે અાધારો સાથે અરજી કરવાની રહે છે. જો કે, નવાઇની વાત તો અે છે કે, મંગળ અને બુધવાર અેમ બે દિવસમાં માત્ર 12 જ ફોર્મ ઉપડ્યા છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જણાવ્યું છે કે, કોરોના રિપોર્ટ પોઝિટીવ અાવ્યા બાદ જે દર્દીનું 30 દિવસમાં મૃત્યુ થાય તો તેવા દર્દીનું કોરોનાના કારણે મોત થયું ગણાય. ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જે હોસ્પિટલના સંબંધિત તબીબોઅે જે-તે દર્દીનું કોરોનાથી મોત થયું છે તેવું પ્રમાણપત્ર અાપે છે તેવા કિસ્સામાં જન્મ-મરણ શાખામાંથી કોરોનાથી મોત અંગેનું પ્રમાણપત્ર કાઢી અાપવામાં અાવે છે પરંતુ જે દર્દીઅે હોમ અાઇસોલેશનમાં સારવાર લીધી હોય અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય

અને સાજા થયા બાદ થોડા સમયમાં જ મૃત્યુ પામે તો તેવા કિસ્સામાં કોરોનાથી મૃત્યુ થયું છે તેવું પ્રમાણપત્ર મેળવવા અાધારો સાથે અરજી કરવાની રહે છે. અા અરજી સાથે જોડેેલા તમામ અાધારો જિલ્લાની કક્ષાની સમિતિ તપાસીને નિર્ણય કરશે.કચ્છમાં બિનસત્તાવાર રીતે કોરોનાથી મોતનો અાંકડો અંદાજિત 10 હજારે પહોંચી ગયો છે તેમ છતાં કોરોનાથી મૃત્યુ થયું છે તેવા પ્રકારનુું પ્રમાણપત્ર મેળવવા માટે હજુ સુધી 12 જ ફોર્મ ઉપડ્યા છે અને પરત અેકપણ અાવ્યું નથી.

અરજી સાથે અા અાધારો જોડવાના રહેશે
હોસ્પિટલમાંથી જો મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર અપાયું હોય તો તે, દાખલ દર્દીના કિસ્સામાં ઇન્ડોર કેસ પેપર, ઘરે મૃત્યુના કિસ્સામાં દર્દીઅે જો કોઇ સ્થાનિક તબીબની સારવાર લીધી હોય તો તેની વિગત અને અાધારો અને વિવિધ નિદાન જેવા કે, લેબોરેટરી પરીક્ષણ, રેડિયોલોજી પરીક્ષણના પૂરાવા જોડવાના રહેશે.

4 લાખની સહાય માટેનો ફરતો મેસેજ ફેક
હાલે સોશિયલ મીડિયામાં અેક ફોર્મ ફરી રહ્યું છે, અા ફોર્મ અેવા ઉલ્લેખ સાથે ફરે છે કે, જે ભરી દેવાથી કોરોનાથી મૃત્યુ પામવાના કિસ્સામાં તેના પરિવારને 4 લાખની સહાય મળશે, જે અંગે ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું અા મેસેજ અને ફોર્મ ફેક છે. હાલે માત્ર કોરોનાથી મૃત્યુ થયું છે તેવા પ્રમાણપત્ર માટેના જ ફોર્મ ભરાય છે, સહાય માટેના કોઇ ફોર્મ ભરાતા નથી.

અન્ય સમાચારો પણ છે...