તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર:સુવઈના ફિમેલ હેલ્થ વર્કરના હાથે જન્મેલા 3500 પૈકી માત્ર 10% બાળકો જ કૂપોષિત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે હજાર ની વસતિ વાળા ગામમાં 6 મહિનામાં 60 મહિલાની સફળ પ્રસૂતિ કરી

કોરોનાની લાંબી લડાઈમાં થાક કે નિરાશા આવે, ડર પણ લાગે પરંતુ રાપર તાલુકાનાં સુવઈ સબ સેન્ટરમાં કોવિડ સારવારમાં ફરજ બજાવનારા ફિમેલ હેલ્થ વર્કરના હાથે અત્યાર સુધી જન્મેલા 3500 પૈકીના 350 જેટલા જ બાળકો કુપોષિત છે. ફિમેલ હેલ્થ વર્કર સરોજબેન ગુંસાઈની નિવૃતિને માત્ર 6 મહિના બાકી હોવા છતાય આરોગ્ય ક્ષેત્રે તેઓ ખડેપગે સેવા કરી રહ્યા છે. સેન્ટર પર આવતી ગર્ભવતી મહિલા દર્દી પોઝિટિવ હશે, પોતાને ચેપ લાગી શકે છે તેવી સંભાવના વચ્ચે પણ નાકનું ટેરવું ચડાવ્યા વગર માનવીય અભિગમને ધ્યાનમાં રાખી, બે હજારની વસ્તીવાળા કચ્છના છેવાડાના સુવઈ ગામની 60 જેટલી મહિલાઓની પ્રસૂતિ તેમણે છેલ્લા છ માહિનામાં કરી છે.

ઈમરજન્સીની પરિસ્થિતિમાં ખુદની પરવા કર્યા વિના ગામની હિપેટાઇટીસ બી પોઝિટિવ ગર્ભવતી મહિલાની પ્રસૂતિ સફળતાપૂર્વક કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 1986થી ફિમેલ હેલ્થ વર્કર તરીકેની નોકરીમાં કાર્યરત આ મહિલાના હસ્તે 3500થી વધુ પ્રસૂતિ કરાવી છે જે પૈકીના 90% બાળકો અને તેમની માતાના પોષણની વિશેષ કાળજી તેમણે ઓપરેશન પછી પણ લીધી છે.

નિયમિત ઊંચાઈ, વજનની માપણી સાથે પોષક આહારની સલાહ તેઓ નોકરી સિવાયના સમયમાં પણ થઈને આપે છે. એક જ વર્ષમાં 350થી વધુ પ્રસૂતિ કર્યાનો રેકોર્ડ પણ તેમણે કર્યો છે. પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે તેઓ એકસાથે સાત સબ સેંટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે સક્રિય ફરજ બજાવે છે તેવું કહીએ તો કઈ ખોટું ન કહેવાય કારણ કે તેમણે પોતાની નોકરીના વર્ષો દરમિયાન જેટલા સેન્ટર પર ફરજ બજાવી છે ત્યના દર્દીઓ આજે પણ તેમની પાસે સારવાર લઈ રહ્યા છે.

વિપરીત સંજોગો સામે હાર્યા વિના લડત આપી
સેવાને જીવનમંત્ર બનાવી ચૂકેલા આ મહિલાએ 14 વર્ષ પહેલા પતિની છત્રછાયા ગુમાવી, મોટી દીકરી 26 વર્ષે વિધવા બની, અન્ય નાની દીકરી અને દીકરાને એકલા હાથે મોટા કર્યા અને નોકરીની ફરજ પણ નિભાવી રહ્યા છે. ગત વર્ષે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસના ઉજવણીમાં તબીબી ક્ષેત્રે વિશેષ સેવાઓ આપવા બદલ તેમને સન્માનવામાં
આવ્યા હતા.
વૃદ્ધોમાં કોરોના રસીકરણનું પ્રમાણ 85%થી વધુ
સરકાર દ્વારા હાથ ધરાયેલા કોરોના રસીકરણ કાર્યક્રમને ખરા અર્થમાં સફળતા અપાવનારા સરોજબેને વેક્સિન વિશે પણ જાગૃતિ ફેલાવી હતી. રૂઢિચુસ્ત પરંપરા વચ્ચે જીવતા લોકોના સુવઇ ગામમાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે છતાય 60 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણનું પ્રમાણ 85% થી વધુનું છે. ફિમેલ હેલ્થ વર્કરની સમજાવટ અને તેના પર લોકોના વિશ્વાસને કારણે આ પરિણામ આવી શક્યું છે.

અન્ય સમાચારો પણ છે...