તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:કોરોના કાળ વચ્ચે લાકડીયા કુમાર પ્રા.શાળામાં સતત 25 દિવસ ઓનલાઈન શિક્ષણકાર્ય

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજની 80 મિનિટના ઓનલાઇન વેકેશન વર્ગમાં 28 બાળકો જોડાયા

કોરોના મહામારી દરમિયાન બાળકો સદેહ શાળામાં આવી શકતા નથી ત્યારે ભચાઉ તાલુકાની લાકડીયા કુમાર પ્રાથમિક શાળામાં 10 મેથી 7 જૂન સુધી કુલ 25 દિવસ ઓનલાઈન શિક્ષણકાર્ય કરાયું હતું. જેમાં સવાર અને સાંજ સહિત કુલ 80 મિનિટના વેકેશન વર્ગમાં 28 બાળકો જોડાયા હતા. મુખ્ય શિક્ષક પ્રવીણ મચ્છોયાના જણાવ્યાનુસાર વર્ગો શરૂ કરાતા પહેલા દરેક ફળિયામાં વાલીઓ અને બાળકો સાથે શેરી મુલાકાતમાં મહામારીને અનુલક્ષીને સાવચેતીના પગલાં લેવાની માહિતી આપી હતી.

એક મોબાઈલમાં વધુ બાળકો જોડાય તો સામાજિક અંતર જાળવી, હાથ ધોવા અને માસ્ક પહેરવાની સૂચના અપાઇ હતી તેમજ બાળકોને ફોન કરી માનસિક રીતે મજબૂત કરાયા હતા. વેકેશન વર્ગોમાં વાલી મીટિંગ પણ યોજાઈ હતી. આ સમય દરમ્યાન અનેક અગવડતાઓ વચ્ચે પણ વર્ગ રાબેતા મુજબ અને નિયમિત ચાલ્યા હતા. જેમાં ઈશ્વરભાઈ વાણીયા (કોહેઝન ફાઉન્ડેશન), શિક્ષક તહેમીનાજહાં પઠાણ તથા વાલીઓ પણ જોડાયા હતા. વેકેશન ખુલ્યા બાદ તમામને શાળા પરિવાર તરફથી પ્રમાણ પત્ર અપાશે. સતત 25 દિવસના વર્ગના 50 તાસમાં રોજ એક ફકરો એટલે 50 પેરેગ્રાફ અને એ રીતે અઢીસો શબ્દો લખાતા હતા.120 જેટલા પ્રશ્નો-જવાબ સાથે ચર્ચા કરી એટલા જ વાક્યોનો અનુભવ કર્યો હતો.

ઋતુઓ, ફળ-ફૂલ, દિશાઓ, પદાર્થના ગુણધર્મો, રસોડાના વાસણો જેવી અનેક બાબતોને આવરી લેવાઇ હતી. આ સાથે ચિત્ર વર્ણન, સમાન અને વિરુદ્ધ અર્થવાળા શબ્દો, શબ્દો પરથી વાક્ય લેખન, પ્રશ્ન બનાવી તેના જવાબ લેખન જેવા કાર્યો કરાયા હતા. 7મી જુનના અંતિમ તાસમાં મૂલ્યાંકન કસોટી લેવાઇ હતી અને માતા-પિતા સાથે ઓનલાઇન મીટિંગ કરાઇ હતી. નેટ રિચાર્જ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ સતત બાળકોને વેકેશન વર્ગમાં જોડાયેલા હતા. આખો દિવસ રમવામાં સમય વ્યતીત કરતા બાળકોએ અભ્યાસ કરી સમયનો સદુપયોગ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...