તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે, રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક તેમજ અધ્યાપક, સિક્યુરિટી ગાર્ડ તેમજ પરીવારજનો સંક્રમિત થયા છે. તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટીના વહીવટી વિભાગના 50 ટકા બિનશૈક્ષણિક કર્મચારીઓને હાજર રહેવા આદેશ કરાયો છે તો તા.5થી 10 સુધી ઓનલાઇન અધ્યાપન કાર્ય કરાવાશે.
ગત સપ્તાહે કચ્છ યુનિવર્સિટીમાં કોરોના પોઝિટિવના પંદરેક કેસ સામે આવ્યા છે. પરિજનો પણ કોરોના વાયરસના સંક્રમણમાં લપેટાયા હતા. સિક્યુરિટી ગાર્ડ તેમજ અધ્યાપકો સહિતના કોરોનાની ઝપેટમાં આવી જતા સંકુલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્રણ દિવસ સુધી સંકુલ બંધ રાખ્યા બાદ હવે વહીવટી સ્ટાફ 50 ટકા હાજર રાખવાનો આદેશ કરાયો હતો તો શૈક્ષણિક સ્ટાફ ઓનલાઇન અભ્યાસક્રમ કરાવાશે. તા.5થી 10 સુધી શૈક્ષણિક સ્ટાફ પોતાના વિભાગમાં હાજર રહીને ઓનલાઇન અભ્યાસ કરાવાશે તેમજ એસઓપીની ગાઇડલાઇનના પાલન સાથે પ્રેકટિકલ કાર્ય કરાવવાનું રહેશે.
કચ્છ યુનિવર્સિટીના કુલસચિવે કાર્યલય આદેશ કરી સૂચના આપી હતી. કોલેજ, યુનિ.ના વિભાગો અને વહીવટી શાખાઓને સૂચના આપી દેવાઇ હતી. નોંધનીય છે કે, યુનિ.માં છાત્રોની અવર જવર રહેતી હોવાથી તેઓ પણ સંક્રમિત થાય તે પૂર્વે જ યુનિવર્સિટીએ ઓનલાઇન શિક્ષણની જાહેરાત કરી દીધી હતી તો વહીવટી સ્ટાફમાં પણ સંક્રમણ ન ફેલાય તે માટે આગમચેતી રૂપે પગલા લઇ લીધા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.