છેતરપિંડી:આર્મી જવાન સાથે 3 શખ્સો દ્વારા ઓનલાઇન 5.20 લાખની ઠગાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • FDના રૂપિયા સેવિંગ એકાઉન્ટમાં નાખવાનું કહીં નાણા ઉપાડી લીધા

ડિઝટલ યુગમાં ઓનલાઇનનો લોકોને ભારે ચસ્કો લાગ્યો છે. તેવામાં ભેજાબાજો દ્વારા સામાન્ય નાગરીકોને છેતરવાના નીતનવા કિમિયાઓ ઉભા કરી રહયા છે. ગુગલ પર કેર નંબરોનો સર્ચ કરવામાં કેટલાય વ્યક્તિઓ ફસાઇ જાય છે આવો જ એક બનાવ ભુજના આર્મી જવાન સાથે બન્યો છે. જેમાં અજાણ્યા ત્રણ શખ્સોએ ફિક્સ ડિપોઝિટના રૂપિયા સેવિંગ એકાઉન્ટમાં નાખી દેવાનું કહી રૂપિયા 5 લાખ 20 હજાર પડાવી લીધા છે.

મુળ હરિયાણાના અને હાલે ભુજ આર્મી કેમ્પમાં હવાલદાર તરકે ફરજ બજાવતા નાયબસિંગ કશ્મીરસિંગએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જીતુ શર્મા, લાલ મહોમદ રમુ મીયા, જયનલ અબેદીન વિરૂધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું છે. કે, બનાવ ગત 11 ઓગસ્ટના બન્યો હતો. ફરિયાદીને તેમના વતનમાં મકાન બનાવવા સબબ હોમ લોન લીધી હતી. જેમાં 7 લાખની લાન પાસ થી હતી મકાનના કામમાં અમુક રકમ ઉપયોગ કર્યા બાદ રૂપિયા 5લાખ 69 હજાર એસબીઆઇ યુનો એપ દ્વારા ફિક્સ ડિપોઝિટમાં જમા થઇ ગયા હતા. દરમિયાન ફરિયાદીએ રૂપિયાની જરૂર પડતાં તેણે ગુગલ પર યુનો એપ કસ્ટમર કેરના નંબર પર ફોન કરતાં ફોન કટ થઇ ગયો હતો.

બાદમાં આરોપીઓનો ફરિયાદીને ફોન આવ્યો હતો. અને ફિક્સ ડિપોઝિટના રૂપિયા સેવિંગ ખાતામાં જમા કરાવી દેવાનું કહીને ફરિયાદીના ફિક્સ ડિપોઝિટના રૂપિયા 5 લાખ 20 હજાર ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...