શિક્ષણ-પરીક્ષા:આવતા મહિને કચ્છ યુનિવર્સિટી તરફથી વિવિધ કોર્ષની ઓનલાઇન પરીક્ષાઓ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાહેર થયેલા કેલેન્ડરમાં શિક્ષણ-પરીક્ષા અોફલાઇન ન કરવા સૂચના
  • બીઅેડ, અેલઅેલબી, યુજી સેમે. 6 અને પીજીના છાત્રોનો સમાવેશ કરાયો

કોરોના મહામારીના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ્દ કરી દેવાયા બાદ રાજયના શિક્ષણ વિભાગે હવે યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઅો રદ્દ કરવા શુક્રવારે અાદશે કર્યો છે. અાગામી મહિનામાં યુજી તેમજ પીજીના વિદ્યાર્થીઅોની પરીક્ષાઅો અોનલાઇન લેવાની હતી પરંતુ શિક્ષણ વિભાગે વર્ષ 2021-22નુ કેલેન્ડર જાહેર કર્યુ હતુ જેમાં સ્પષટ જણાવ્યું છે કે દરેક યુનિવર્સિટીઅો અોનલાઇન શિક્ષણ અને અોનલાઇન પરીક્ષા લેવાની રહેશે.

રાજય સરકાર તરફથી સૂચનાઅો મળ્યા બાદ અોફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણયનો છેદ ઉડી ગયો હતો. કચ્છ યુનિવર્સિટીના અન્ડર ગ્રેજ્યુઅેશન સેમેસ્ટર 6, બી.અેડ, અેલ. અેલ. બી તેમજ પોસ્ટ ગ્રેજયુઅેશનના તમામ છાત્રોની પરીક્ષા અોનલાઇન લેવાશે તેવો નિર્ણય લીધો છે. અાવતા મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં અોનલાઇન પરીક્ષાઅો લેવાય તેવી સંભાવનાઅો છે. શિક્ષણ વિભાગના અાદેશને પગલે અોફલાઇન લેવાની થતી પરીક્ષા જેવી કે પીજી, યુજી, અેક્સર્ટનલ પરીક્ષાઅો રદ્દ કરવાની રહેશે.

શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાઘ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, હાલમાં દરેક યુનિવર્સિટીઅો અોનલાઇન જ શિક્ષણ અને પરીક્ષા લઇ શકશે. સરકાર તરફથી સૂચના મળ્યા બાદ જ અોફલાઇન શિક્ષણ અને પરીક્ષાની કામગીરી ચાલુ કરવાની રહેશે. હાલ ધોરણ 12નું પરીણામ બાકી હોય સેમેસ્ટર માટેની તારીખ હવે જાહેર કરવામાં અાવશે.

મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે નવુ કેલેન્ડર માન્ય
સરકારી યુનિવર્સિટીઅોના મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન અેકેડમીક કેલેન્ડર જાહેર કરાયું છે જેમાં 7જુનથી પ્રથમ સત્ર યુજીના સેમેસ્ટર 3 અને 5 સહિતના સેમેસ્ટર અોનલાઇન શિક્ષણ અાપી શકાશે. 1થી 13 નવેમ્બર દિવાળી વેકેશન રહેશે. યુનિવર્સિટી અને કોલેજોનું અાંતરીક મુલ્યાંકન વિકલી ટેસ્ટ, પ્રોજેકટ વર્ક અને ગ્રુપ ડિસ્કશનથી કરાશે. દ્વિતિય સત્ર યુજીનું સેમેસ્ટર 4 અને 6 તથા પીજીનું સેમેસ્ટર 4 તારીખ 1 ડિસેમ્બરથી શરૂ કરાશે. સર્વે સરકારી યુનિવર્સિટીઅો માટે મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમ માટે નવુ અેકેડમિક કેલેન્ડર માન્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...