દિવાળી પર્વ:શનિ અને રવિવારે STમાં 21.93 લાખ રૂપિયાનું ઓન લાઈન બૂકિંગ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાંથી બસ મારફતે જિલ્લા બહાર જવા શનિ અને રવિવારે અેસ.ટી.માં 21 લાખ 93 હજાર 200 રૂપિયાની કુલ 8189 લાખ ટિકિટોનું અોન લાઈન અેડવાન્સ બૂકિંગ થયું હતું.

ભુજ અેસ.ટી. વિભાગના વિભાગીય નિયામક પટેલે અાપેલી વિગતો મુજબ 30મી અોકટોબરે 11 લાખ 31 હજાર 200 રૂપિયાની કુલ 4225 ટિકિટોનું બૂકિંગ થયું હતું અને 31મી અોકટોબરે 10 લાખ 62 હજાર રૂપિયાની કુલ 3964 ટિકિટોનું બૂકિંગ થયું હતું. અામ, બંને દિવસમાં કુલ 21 લાખ 93 હજાર 200 રૂપિયાની કુલ 8189 ટિકિટોનું બૂકિંગ બોલે છે. જોકે, મોટાભાગે શિક્ષકો છે. સૂત્રોઅે વધુમાં જણાવ્યું હતું કે, શાળાઅોમાં 1લી નવેમ્બરથી વેકેશન પડ્યું છે. પરંતુ, શનિ અને રવિવારે જ અેસ.ટી. બસ મારફતે મુસાફરી શરૂ કરી દેવાઈ હતી.

રોજની 5 લાખની આવક વધી,24 એક્સ્ટ્રા બસો દોડાવાઈ
એકતરફ ખાનગી ટ્રાવેલ્સ બસોમાં મુસાફરો પાસેથી બમણા ભાડા વસૂલવામાં આવે છે.જેને પગલે હાલમાં એસટી બસમાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. મોટાભાગની બસો હાઉસફુલ જઈ રહી છે.એસટીના વિભાગીય નિયામક શ્રી પટેલે જણાવ્યું કે,જિલ્લામાં કુલ 326 શિડયુલમાં એસટી બસો દોડાવવામાં આવે છે.જે તમામ હાઉસફુલ છે જેથી વિભિન્ન રૂટ પર વધારાની 24 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે.એસટીની સરેરાશ આવક 28 લાખ જેટલી છે જોકે સોમવારે અને મંગળવારે પણ સરેરાશ 5 લાખથી વધુની આવક થઈ હતી.

રાજકોટ-અમદાવાદની વોલવો ખાલી જેવી
અેસ.ટી. સાથે સંકળાયેલા સૂત્રોઅે જણાવ્યું હતું કે, શનિ અને રવિવારે 8189 ટિકિટોનું અોન લાઈન બૂકિંગ હતું. પરંતુ, રાજકોટ અને અમદાવાદની વોલવો ખાલી જેવી હતી. 1લી નવેમ્બરે પણ ખાસ
મુસાફરો મળ્યા ન હતા.

દિવાળીઅે વિશેષ સંચાલન
દિવાળીઅે દાહોદ, જાલોદ, છોટા ઉદેપુર, વડોદરા, પાલનપુર અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં જનારાની સંખ્યા વધુ હશે, જેથી અે રૂટની અેક્સપ્રેસ બસોનું વિશેષ સંચાલન થશે.

અન્ય સમાચારો પણ છે...