તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • One Thousand Marriages Will Be Held In Ahir Samaj With The Folklore Of 'Penunga E Penunga .. Ruga E Ruga', Andhari Teras Has Special Significance

પરંપરા:'પેણુંગા ઇ પેણુંગા.. રઉગા ઇ રઉગા'ના લોકવેણ સાથે આહીર સમાજમાં એક હજાર લગ્નો યોજાશે, અંધારી તેરસનું છે વિશેષ મહત્વ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંઠા ચોવીસીથી પાવર પટ્ટીના ગામોમાં અંધારી તેરસે લગ્નો સંપન્ન થશે

યાદવકુળના વંશજ આહીર સમાજ દ્વારા કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક નિયમો હેઠળ સમગ્ર જિલ્લામાં એક હજારથી પણ વધુની સંખ્યમાં પરંપરાગત લગ્નો લેવાઈ રહ્યા છે. જે 8 જૂન અંધારી તેરસના રોજ સંપન્ન થશે. પરંતુ કોરોનાના કારણે હજારો વર્ષ જૂની પરંપરામાં સંભવિત પ્રથમ વખત અનેક બાંધછોડ કરવી પડી છે. જે એક વર્ષ પૂર્વે યોજાયેલા લગ્નોની રોનક સામે માત્ર ઔપચારિકતા સમાન બની રહ્યા છે.

"પેણુંગા ઇ પેણુંગા ..રાઉગા ઇ રાઉગા"વૈશાખ વદ 13 એટલે અંધારી તેરસ જે આહીર સમાજ માટે લગ્નનો દિવસ તરીકે ગણાય. મોટાભાગના યુવક યુવતીઓ આ અવસરે પ્રભુતામાં પગલાં પાડી નવ જીવનની શરૂઆત કરતા હોય. હવે તો વર્ષ દરમ્યાન પણ આહીર સમાજમાં લગ્નો લેવાતા હોય છે. પરંતુ આ સમાજની લોક વાયકા મુજબ અંધારી તેરસનું ખૂબ ઊંચું મહત્વ રહેલું હોવાથી, કહેવાય છે કે "પેણુંગા ઇ પેણુંગા ..રાઉગા ઇ રાઉગા." જે આ દિવસે પરણી ગયા એ પરણી ગયા બાકીના રહી ગયા.

ત્રણ દિવસીય આ લગ્ન પ્રસંગમાં પ્રાથણીયા, મચ્છોયા, સોરઠીયા અને ચોરાડ આહીર સમાજ જે હવે એક આહીર સમાજના નિર્માણ સાથે હાલ અંજાર , ભૂજ, નખત્રાણા, ગાંધીધામ અને ભચાઉ તાલુકાની આહીર સમાજની વિવિધ ચોવીસી હેઠળના ગામોમાં લગ્નોના પ્રસંગો યોજાઈ રહ્યા છે.

વાગડ વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં ચાર ચોવીસીના ગામોમાં 500 જેટલા લગ્નો સ્થપાઈ ગયાનું પાંચાભાઈ પરબતભાઇ અહિરે જણાવ્યું હતું.તેમના કહેવા અનુસાર જિલ્લામાં અડધા ભાગના લગ્નો માત્ર વાગડમાં યોજાઈ રહ્યા છે.

કોરોના મહામારીના કારણે સાદગીથી લગ્નપંચાભાઈ અહિરે આગળ વાત કરતા કહ્યું હતું કે ચોબારી રામવાવ ચોવીસી હેઠળ કોરોના નિયમો તો ખરાજ વિશેષ સમાજ દ્વારા જાગૃતિ સાથે અનેક રીતિ રિવાજો પણ બંધ રાખીને લગ્ન યોજાઈ રહ્યા છે. તેમાં કોઇજ યજમાન પરિવારે કંકોત્રી નથી છપાવી , માંડવામાં 21 જણથી વધુ વ્યક્તિને સામેલ થાઉં નહીં. માત્ર પરિવારના દીકરી જમાઈ સાથેના સ્વજનોજ વિવાહ અવસરે ઉપસ્થિત રહી શકશે, વેવાઈઓએ એક બીજાને ખાંડ ખવડાવવાની પણ મનાઈ રાખવામાં આવી છે. તો લાડનાને પોખવા માત્ર બે કન્યાઓએજ જવું, તેમજ મહેમાન કે અન્ય છોકરા છોકરીઓને મિઠડા પણ લેવાની મનાઈ કરવામાં આવી છે.

લગ્ન માહોલ પર નજર કરવામાં આવે તો અંદાજિત 10 કિલોના સોનાના હાર સાથે પ્રાદેશિક વસ્ત્રોમાં સજ્જ ગ્રામીણ મહિલાઓ હસતા ચહેરે લગ્ન ગીતો ગાઈને કોરોના માહોલમાં અનેરી ખુશીની ઉર્જા પુરી પાડી રહી છે. સમાજના શહેરીજનો પણ પ્રસંગ દરમ્યાન પ્રાદેશિક વસ્ત્રો પહેરી વર્ષોજુની સંસ્કૃતિને ઉજાગર કરતા દેખાય છે.

ચોબારીના સમાજ અગ્રણી લાલજીભાઈ પરબત ચાવડાએ અન્ય માહિતી આપતા જણાવ્યું હતું કે અમારા ગામમાં 1 હજાર જેટલા કોરોના કેસ આવ્યા હશે અને અંદાજિત35 જેટલા તેમાં મૃત્યુ થયા હશે તેથી વિશેષ કાળજી સાથે ગાઈડલાઈનના પાલન અને સમાજના નિયમોની અમલવારી સાથે હર્ષોલ્લાસ પૂર્વક વિવાહ પ્રસંગ ઉજવાઈ રહ્યા છે. નવ દમતીના પરિજનો તેમાં સમજદારી સાથે સહયોગ આપી રહ્યા છે. અને મુરલીધરની કૃપાથી કોરોનામાં પણ હવે ઘટાડો થાય જતા રાહતરૂપ સમયમાં લગ્નગીતો ગુંજી રહ્યા છે. જે ખૂબજ આનંદની લાગણી સૌ લોકો માટે બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...