તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાંધી નજીકની ક્રિકમાંથી એક સપ્તાહમાં વધુ એક કેફી દ્રવ્યનું સંદિગ્ધ પેકેટ મળ્યું

નારાયણસરોવર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત શુક્રવારે મળેલું પેકેટ શેનું હતું તેનો રિપોર્ટ આવે તે પૂર્વે ફરી પેકેટ હાથ લાગ્યું

ગત શુક્રવારે સાંઘી જેટી નજીકથી બિનવારસુ પેકેટ મળી આવ્યું હતું. તેમાં શું હતું. તે બહાર આવે તે પહેલા ફરી શુક્રવારે સાંજે બીએસએફ 102 બટાલીયનના જવાનોને સાંઘી નજીકના દરિયામાં હાજી ઇબ્રાહિમ ક્રીક પરથી એક કેફી દ્રવ્યનું સંદિગ્ધ પેકેટ મળી હતું. પેકેટમાં કયું કેફી દ્રવ્ય છે તે જાણવા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. અગાઉ બિનવારસુ પેકેટ મળી આવ્યું હતું તેની શરૂઆતી તપાસમાં ચરસનું હોવાનું જણાયું હતું. પરંતુ તે પેકેટનો હજુ રિપોર્ટ આવ્યો નથી ત્યારે બીએસએફ જવાનોને દ્વરા ક્રીક વિસ્તારમાં વધુ પેકેટો મળી આવવાની સંભાવના સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન શુક્રવારે સાંજે બીએસએફ 102બટાલીયના જવાનો પેટ્રોલીંગમાં દરમિયાન હાજી ઇબ્રાહિમ ક્રીક પાસેથી વધુ એક કેફી દ્રવ્યનું સંદિગ્ધ પેકેગ મળી છે. યોગાનું યોગ બીએસએફ જવાનોને બીજું પેકેટ પણ શુક્રવારે જ મળ્યું છે. બીએસએફ પોતાની પ્રક્રિયા પુર્ણ કરીને હાજી ઇબ્રાહિમ ક્રીક નારાયણ સરોવર પોલીસની હદમાં હોવાથી સંભવિત આ પેકેટ નારાયણ સરોવર પોલીસને સોંપવામાં આવશે.

જુન માસમાં દરિયો રફ થતાં જ શંકા સેવામાં આવી હતી. કે, રફ દરિયાને કારણે પેકેટ કિનારા પર તણાઇને આવશે તે શંકા સાબીત થઇ રહી છે.આવનારા દિવસોમાં દરિયાઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધારવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...