તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વધુ એક દર્દી સંક્રમિત, બે સારવાર મુક્ત, સક્રિય 10 રહ્યા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સક્રિય દર્દીઓમાં એકનો થયો ઘટાડો

કચ્છમાં કોરોનાનો એકમાત્ર કેસ ભુજ તાલુકામાં નોંધાયો હતો. તેની સામે બે દર્દી સ્વસ્થ થતાં સારવાર મુક્ત કરાયા હતા. હાલે 10 સક્રિય દર્દીને કોવિડની સારવાર અપાઇ રહી છે. મંગળવારે ભુજ અને ભચાઉ તાલુકાના એક-એક દર્દીએ કોવિડને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. હાલે 10 સક્રિય દર્દી વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી 12592 પોઝિટિવ પૈકીના 12470 દર્દી સાજા થઇ ચૂક્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે જે પોકળ છે કેમ કે, તંત્ર દ્વારા મોતનો આંક 282 દર્શાવાઇ રહ્યો છે જે કુલ્લ સંક્રમિતમાંથી બાદ કરીએ તો સાજા થનારા 12310 થવા જાય છે.

કચ્છમાં થોડા દિવસોથી સક્રિય દર્દીઓમાં વધઘટ થઇ રહી છે. તેવામાં મંગળવારે સક્રિય દર્દીઓની સંખ્યામાં એકનો ઘટાડો નોંધાયો છે તો બીજી બાજુ વેક્સિનની ઝડપ ધીમી છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં સરેરાશ 6 થી 7 હજાર લોકોને જ રસી અપાઇ રહી છે. મંગળવારે 6830 લોકોને રસી અપાઇ હતી. કુલ રસી લેનારનો આંકડો કચ્છમાં 5.38 લાખ સુધી પહોંચી ગયો છે. ત્રીજી લહેરને અટકાવા વેક્સિનની ઝડપ કચ્છમાં વધારવી જ પડશે.

અન્ય સમાચારો પણ છે...