કોરોના અપડેટ:કચ્છમાં કોરોનાથી વધુ એકનું મોત, સારવાર હેઠળ 260 દર્દી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરોમાં 14માંથી ભુજ, અંજારમાં 3-3, ગાંધીધામમાં 8 સંક્રમિત
  • અબડાસા, માંડવી, મુન્દ્રા 1-1, ભુજ 3, નખત્રાણા તા. માં 4 દર્દી

કચ્છમાં શુક્રવારે કોરોનાથી વધુ 1નું મોત ચોપડે ચડાવાયું છે. જે સાથે અત્યાર સુધી કુલ મોતનો અાંકડો 78 બતાવાયો છે. શહેરોમાં 14માંથી ભુજ, અંજારમાં 3-3, ગાંધીધામમાં 8 પોઝિટિવ કેસ છે. જ્યારે ગામડાઅોમાં તાલુકા મુજબ 10માંથી અબડાસા, માંડવી, મુન્દ્રા 1-1, ભુજ 3, નખત્રાણા 4 કેસ છે. અામ જિલ્લામાં વધુ 24 કેસ ઉમેરાયા છે. બીજી તરફ વધુ 22 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, સારવાર હેઠળ 260 દર્દી છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 3519 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 3140 દર્દી સાજા પણ થઈ ગયા છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
---
અબડાસા0111
અંજાર3032
ભચાઉ0000
ભુજ3368
ગાંધીધામ 08084
માંડવી0112
મુન્દ્રા0112
નખત્રાણા0443
રાપર0000
કુલ4102422
અન્ય સમાચારો પણ છે...