ક્રાઇમ:મોટા લાયજા જમીન કૌભાંડમાં વધુ એક ફરિયાદ: 3ની ધરપકડ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીઆઇડી ક્રાઇમે ત્રણ પૈકી એકને વકીલની ઓફિસ બહારથી ઝડપી લીધો

માંડવી તાલુકાના મોટા લાયજા ગામે પોર્ટના નામે કિંમતી જમીનના ભાવ ઉચકાવાની લાલચ અપીને જેન્તી જેઠાલાલ ઠકકર અને તેના પરિવારજનો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ઠગાઇ કરી જવાના કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. દરમિયાન આરોપીઓ ભુજ વકિલની ઓફિસમાં હોવાની બાતમીના પગલે સીઆઇડી ક્રાઇમની ટીમને સવારે પ્રભુ રામ ગઢવીની ઓફિસની બહારથી જ ધરપકડ કરી લીધી હતી દરમિયાન અન્ય બે આરોપી રમેશ કાનગર ગુસાઇ અને કરશન કેશવ ગઢવીની સાંજે ધરપકડ કરીને વધુ પુછતાછ હાથ ધરી છે.

કેસની હકિકત મુજબ ગત 2011ના માંડવી તાલુકાના લાયજા ગામે પોર્ટનો વિકાસ થવાનો છે તેવુ કહી આરોપીઓએ જન્તી ઠકકરના પરિવારજનોને બોગસ દસ્તાવેજના આધારો કરોડો રૂપિયાનુ રોકાણ કરાવી છેતર્યા હતા. ભોગબનારાઓ પૈકી પ્રથમ ભુજના મહેશભાઇ ઠકકરે સીઆઇડી ક્રાઇમ બોર્ડર ઝોન ભુજ ખાતે આરોપીઓ વિરૂધ 2.44 કરોડની જમીનનો સોદો કરી દસ્તાવેજો ન બનાવી આપીને ઠગાઇ આચર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમે ભાગેડું આરોપીઓ વિરુધ કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ કરાવ્યું હતું. દરમિયાન આ કેસમાં વુધ એક ફરિયાદ નોંધાઇ છે.

જેમાં ફરિયાદી ભુજના આઇયાનગર-2 પ્રમુખસ્વામીનગરમાં રહેતા કુશલ મુકેશભાઇ ઠકકરે આરોપી કરશનભાઇ કેશવભાઇ ગઢવી, પ્રભુ રામ ગઢવી, અને રમેશ કાનગર ગુસાઇ સામે ગુનો નોંધાવ્યો છે. આરોપીઓએ કાવતરૂ રચીને મોટા લાયજામાં આવાસ લોજીસ્ટીક પાર્ક પ્રાઇવેટ લીમીટેડ તેમજ સી-લેન્ડ પ્રાઇવેટ લીમીટેડ કંપની 40 કરોડનો પ્રોઝેકટ લઇને આવે છે તેઓએ જમીન અમારી પાસેથી ખરીદી છે. તેવો વિસ્વાસ બતાવી આરોપીઓએ ફરિયાદી પાસે તે જમીનની આસપાસની જમીન ખરીદવા અને ઉંચાભાવે વહેચાશે તેવી લાલચ આપીને રૂપિયા 4.63 કરોડ રૂપિયાનું જમીનમાં રોકાણ કરાવી દસ્તાવેજ કરી આપ્યા ન હતા. બાદમાં તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને સીઆઇડી ક્રાઇમની ટીમના પીઆઇ વી.એમ.ડાંગર, પીએસઆઇ એચ.આર.જેઠી સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી હતી. દરમિયાન આરોપીઓ હાલ ભુજ એક વકિલની ઓફિસમાં હાજર હોવાની બાતમીના પગલે પોલીસે છાપો માર્યો હતો. દરમિયાન આરોપીઓ ભાગ્યા હતા. ત્રણ આરોપીઓ પૈકી પ્રભુ રામ ગઢવી ઓફિસની બહારથી જ ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય બે આરોપી કરશન કેશવ ગઢવી અને રમેશ કાનગર ગુસાઇની ધરપકડ કરી લીધી હતી. ત્રણે આરોપીઓના રિમાન્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ નાયબ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ડાંગર સીઆઇડી ક્રાઇમ બોર્ડર ઝોન, સબ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી, હેડ કોસ્ટેબલ ઇન્દ્રજીતસિંહ કે,જાડેજા, જયદેવભાઇ જીભડીયા, મહેશભાઇ વાઘેલા, ચેતનાબેન દરજી, સુદામાસિંહ યાદવ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

સમાધાનમાં વચ્ચે પડેલા નિવૃત પીએસઆઇને આપી હતી ધમકી
કુલ 24 કરોડના જમીન કૌભાન્ડમાં ભોગબનારા અને આરોપીઓના સમાધાન થયું હતું. જેમાં 14 કરોડ પરત આપવાની વાત હતી. આ સમાધાનમાં રહેલા વિજય ગઢવી હતા જેને કારણે પ્રભુ રામ ગઢવીને વિજય ગઢવી પ્રત્ય મનદુખ હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યો હતો. જેમાં દોઢેક માસ પૂર્વે પ્રભુ રામ ગઢવીના ભાઇએ વિજય ગઢવીને મેસજ કરી ધમકી આપી હોવાથી તે બાબતે માંડવી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઇ હતી.

વકીલની ઓફિસ પાસે પોલીસ પહોંચતાં મચી ભાગ દોડ
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાગેડું આરોપીઓ ભુજમાં વકિલની ઓફિસમાં હોવાની જાણ થતાં સ્થાનિકે પહોંચ્યાને પોલીસ આવી કહી આરોપીઓમાં ભાગ દોડથી હતી. આરોપીઓની ઓળખ ન હોઇ પોલીસની સામેથી નાઠા હતા. પરંતુ પ્રભુ રામ પકડાઇ ગયો હતો. જો કે, અન્ય આરોપીઓને પણ દબોચી લીધા હતા. તેવું સીઆઇડી ક્રાઇમના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રભુ ગઢવીએ ફરિયાદ પાછી ખેચવા કોર્ટમાં કરી હતી અરજી
કૌભાન્ડ કારી પ્રભુ ગઢવીએ જન્તી ટકકર અને તેના પરિવારજનોએ ખોટા આક્ષેપ કરી ફરિયાદ ઉભી કરી હોવાનું જણાવી ફરિયાદ પાછી ખેંચવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે નકારતાં ધરપકડનો માર્ગ થયો હતો મોકળો.

અન્ય સમાચારો પણ છે...