તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:કચ્છમા આરટીઇ હેઠળ અમાન્ય ઠરેલી 443 અરજીને વધુ એક તક

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27મી તારીખે પ્રવેશના પ્રથમ રાઉન્ડની યાદી બહાર પડશે

રાઈટ ટુ અેજ્યુકેશન હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઅોના પ્રથમ ધોરણથી 25 ટકા લેખે નબળા અને વંચિત જૂથના બાળકોને મફત શિક્ષણ અાપવામાં અાવે છે, જેમાં રાજ્યમાં કુલ 1 લાખ 81 હજાર 162 અરજીઅો અમાન્ય ઠરી છે, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ 443 અરજીઅો અમાન્ય ઠરી છે. જેમને દસ્તાવેજી પુરાવા ઉમેરવા સહિતના સુધારા વધારા કરવાની વધુ અેક તક અાપવામાં અાવી છે. જે 17મીથી 19મી જુલાઈ સુધી કરી શકાશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિઅે જણાવ્યું છે કે, 17મીથી 19મી જુલાઈ સુધી અોન લાઈન વેબપોર્ટલ પર જઈને અેપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રિજેકટ થયેલી અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અપલોડ કરી પોતાની અેપ્લિકેશન સબમીટ કરી શકશે. જે અંગેની જાણ અરજદારોને અેસ.અેમ.અેસ. દ્વારા પણ કરવામાં અાવશે. જે સમયગાળા બાદ રિજેકટ થયેલી અરજીઅોની પુન: ચકાસણી જિલ્લા કક્ષાઅે 20મીથી 22મી જુલાઈ દરમિયાન કરવામાં અાવશે. જે અરજદારો અે સમયગાળા દરમિયાન પોતાની રિજેકટ થયેલી અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઅોની અરજી અમાન્ય ઠરશે. ત્યારબાદ 27મી જુલાઈના પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં અાવશે.

રિજેક્ટ અને કેન્સલ અલગ બાબત
નાયબ જિ. પ્રા. શિ.નીલેશ ગોરે જણાવ્યું હતું કે, કચ્છમાં કુલ 4434 અરજીઅો અાવી હતી, જેમાંથી 3315 અરજીઅો માન્ય ઠરી છે, જેથી હવે અેકેય પેન્ડિંગ નથી. જોકે, 443 અરજી ચકાસણી દરમિયાન અમાન્ય ઠરી છે. જ્યારે 676 અરજીઅો વાલીઅોઅે જ કેન્સલ કરી છે. અામ, રિજેકટ અને કેન્સલ બંને શબ્દો અલગ છે. અેકમાં તંત્ર ચકાસણી દરમિયાન અમાન્ય ઠરાવે છે. બીજામાં વાલી પોતે દરખાસ્ત પરત ખેંચે છે.

અન્ય સમાચારો પણ છે...