તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવ:ટ્રેન ડ્રાઇવર અને બે મહિલાઓની સમયસૂચકતાથી એક જિંદગી બચી

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરના જીઆઇડીસી ફાટક પાસે દારૂના નશામાં આપઘાત કરવાની કોશિશ કરતા શખ્સનો બચાવ

ભુજથી મુંબઈ જવા નીકળેલી સયાજી એક્સપ્રેસ ટ્રેન ગુરુવાર રાત્રે સુરલભીટ પાસેના ફાટકથી જીઆઇડીસી હંગામી આવાસવાળા ફાટક પાસે પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક એન્જિન ડ્રાઈવરને થોડે દૂર અંધારામાં કોઈ માનવી ટ્રેન સામે પડતું મૂકતો હોય તેવું પ્રતીત થતા તાત્કાલિક ટ્રેનને બ્રેક લગાડ્યા હતા અને ત્યારે જ આ અજાણ્યા વ્યક્તિને બે મહિલાઓએ અચાનક ખેંચી લીધો હતો. ડ્રાઇવર અને બંને મહિલાઓની સાવચેતીના કારણે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. કદાચિત નશામાં ઝઘડો કરી કે અન્ય કોઇ કારણથી પોતાના જીવનને ટૂંકાવવા નીકળેલા આ શખ્સે પડતું મૂક્યું હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ અગાઉ પણ એક ભાઈનો પગ કપાઈ ગયો હતો. આ વિસ્તારમાં ભઠ્ઠા અને મિલની આસપાસ અનેક વખત લોકો દારૂના નશામાં ઝઘડા કરતા હોય છે તેમજ અનેક વખત ઘરેલુ ઝઘડાઓના કારણે લોકો અગમ્ય પગલું ઉઠાવતા હોય છે. ટ્રેન ડ્રાઇવરો આ બાબતથી કાયમ સજાગ હોય છે. થોડા સમય પહેલાં ફાટક નં.33 પાસે મિરઝાપરનો યુવાન આકસ્મિક સંજોગોમાં ટ્રેનમાં આવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો