તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ટેસ્ટ:જી.કે.માં એક વર્ષમાં એક લાખ કોરોનાના નમૂના ચકાસાયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઇક્રો લેબમાં બબ્બે આરટીપીસીઆર મશીન કાર્યરત

જી.કે. જનરલ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાયા બાદ ટૂંક સમયમાં જ અહી આર.ટીપી.સી.આર મશીન પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને મેડિકલ કાઉન્સીલ ઇંડિયન રિસર્ચની ગાઇડલાઇન મુજબ કોરોના માટે સ્વેબનું પરિક્ષણ શરૂ કરવામાં આવ્યું અને એક વર્ષના સમયગાળામાં એક લાખ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભુજ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજીના હેડ અને પ્રો. ડો. હિતેશ આસુદાનીએ કહ્યું કે, ગત મહિને કોરોના દર્દીઓની સંખ્યા વધતાં રાજ્ય સરકાર દ્વારા બીજું વધુ એક આર.ટી.પી.સી.આર મશીન ફાળવવામાં આવતા હવે બબ્બે આવા મશીનો કાર્યરત છે અને ટેસ્ટની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.

બીજું મશીન આવી જવાથી મોટાભાગે રોજેરોજના લેવાયેલા સ્વેબનું પરિક્ષણ કરી દેવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી 24 કલાકમાં જ તેનો અહેવાલ પણ કરી દેવામાં આવે છે. જી.કે. ઉપરાંત જિલ્લાના તાલુકાઓમાથી પણ આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવતા નમુનાઓની ચકાસણી કરવામાં આવે છે.

સ્વેબના પરિક્ષણ માટે જરૂર જણાય તો 24 કલાક પણ કામ કરવામાં આવે છે. એક કરતાં વધુ પાળીમાં લેબ.ટેક.કામ કરી રહ્યા છે. અને જરૂર જણાય તો ત્રણ પાળીમાં પણ માઇક્રોબાયોલોજી વિભાગ સુસજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...