તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છની ભૂસંપદામાં કરોડો વર્ષ જૂના રહસ્યો ધરબાયેલા છે. જેમાં જીવાશ્મોનો પણ સમાવેશ થાય છે. તેવામાં અંજાર તાલુકાના ટપ્પર અને પશુડા પાસે સંશોધકોને અંદાજે એક કરોડ વર્ષ જૂના રોડન્ટ (ઉંદર)ના અવશેષો મળી આવ્યા છે. અહીં સંશોધકોએ અંદાજે 1,500 કિલોગ્રામ અવશેષોમાં કાળજીપૂર્વક ખોદકામ કરી આ જીવાશ્મો મળી શોધી કાઢ્યા હતા. આ અવશેષો મિઓસિન યુગના હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે હિસ્ટોરિકલ બાયોલોજી જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત પેપરમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં લખનૌ સ્થિત બીરબલ સહાની ઇસ્ટિટ્યુટ અોફ પેલેઓસિન્સિસ (બીએસઆઈપી)ના અનસૂયા ભંડેરી દ્વારા ‘પશ્ચિમ ભારતના કચ્છમાં પ્રથમ મોઓસિન રોડન્ટ (ઉંદર)’ વિષય સાથે પેપેર રજૂ કર્યું હતું. જેમાં ભારતીય દ્વીપકલ્પમાં વિશ્વના સૌથી જૂના ઉંદરો પર પ્રકાશ પાડવામાં આવ્યું છે. આ અભ્યાસ હાર્વર્ડ યુનિવર્સિટીના ડો. લોરેન્સ ફ્લાયન સાથે કરવામાં આવ્યો હતો. નવાઇની વાત એ છે કે આ અગાઉ પાકિસ્તાનના શિવાલિક વિસ્તારમાં આવી જ જાતિના ઉંદરો મળી આવ્યા હતા. ત્યારે ટીમે નવી પ્રજાતિઓ શોધવાનો દાવો પણ કર્યો હતો.
અહીંથી મળી આવેલા અશ્મિભૂત દાંતના વિશ્લેષણમાં આ પ્રજાતીની અવનવી માહિતી મળી રહી છે. આ વિસ્તારમાં એક કરોડ વર્ષ પહેલાની પરિસ્થિતિ જાણવામાં મદદ મળે છે. તથા શિવાલીક રેન્જ બહાર મળનારા મીઓસીન ઉંદરના આ પ્રથમ જીવાશ્મો છે. નોંધનીય છે કે અગાઉ કચ્છમાંથી અન્ય પ્રાણીઓ ઘોડા, ગેંડા, હાથીના કરોડો વર્ષ જૂનાા અવશેષો મળી આવ્યા છે.
આ પેપરમાં સંશોધનકારોએ ધ્યાન દોર્યું હતું કે આ અશ્મિભૂત ઉંદરોના નાના દાંત મોટી વાર્તા કહે છે. ત્યારે કચ્છનું પર્યાવરણ આજની જેમ ન હતો. ત્યારે તે એક ઉષ્ણકટિબંધીય ઇકોસિસ્ટમ અને ભેજવાળા વાતાવરણ હતું. આજના ઉંદરો અથવા ઉંદરને આ પ્રજાતિઓ સાથે સીધી સરખામણી કરી શકતા નથી, પરંતુ આ આકાર સરખો જ છે. તેમના આહારમાં બીજ અને પાંદડા હોવાની ધારણા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.