કોરોના અપડેટ:ભુજ અને અબડાસામાં કોરોનાનો એક-એક કેસ, વધુ 6 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભુજમાં વધુ એક દર્દીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો અબડાસા તાલુકામાં લાંબા સમય બાદ મહમારી ડોકાતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. કોરોનાના પગલે ભુજ સહિત તાલુકાના 6 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. ભુજમાં થોડા થોડા સમયે કોરોનાના દર્દી બહાર આવી રહ્યા છે તેવામાં ગુરૂવારે વધુ એક કેસ નોંધાયો હતો. બીજી બાજુ અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક દર્દીને કોવિડના લક્ષણો જણાતાં તેમણે કરાવેલા રિપોર્ટમાં કોવિડ હોવાનું જણાયું હતું. બે કેસ વધવાની સાથે સક્રિય દર્દીનો આંક 4 થયો હતો. દરમિયાન સૌથી વધુ ગાંધીધામ તાલુકામાં 5022 અને સૌથી ઓછા લખપત પંથકમાં 474 મળીને વધુ 18535 લોકોને રસી મુકાઇ હતી.

કચ્છમાં મહામારીનું સંક્રમણ છાના પગલે વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પતિબંધાત્મક પગલા લેવાઇ રહ્યા છે અને ભુજ તાલુકાના ભુજોડીમાં શ્રૃજન વાડી વિસ્તારમાં ઘર નં.1થી 5 તા.28-11, સુખપર નવાવાસના પહાડી વિસ્તારમાં ઘર નં.1થી 4 તા.30-11 સુધી, ધાણેટીના ડેમ સાઈટ વાડી વિસ્તારમાં ઘર નં.1, કુકમા કલ્યાણેશ્વર સોસાયટીમાં ધર નં 1થી 5 સુધી તા.1-12 સુધી, ઈન્દિરાનગર, લેર ફાટક પાસે સંજોટનગરની બાજુમાં ઘર નં.1થી 6, તા.3-12 સુધી અને ભુજના ભાનુશાલીનગરમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટ પાસે ઘર નં.77/એ સહિત ઘર નં.1થી 5ને તા.4-12 સુધી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...