તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ત્રગડી નજીક મોટરસાયકલ પરથી પોણા લાખનો દારૂ પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છમાં પોલીસની વિશેષ ડ્રાઇવમાં અંગ્રેજી અને દેશી ધંધાર્થીઓ પર તવાઇ

માંડવી પોલીસે ત્રગડી ગામના સ્મશાન પાછળ આવેલી બાવળોની જાળીમાં એક મોટરસાઇકલ અને દારુનો જથ્થો પકડ્યો હતો. પોણા લાખનો દારૂ અને એક બાઇક કબજે કરી હતી પણ બાઇક સવાર નાસી છૂટયો હતો. માંડવી પોલીસ મથકે નાસી છુટેલા ચાલક સામે ગુનો નોંધાયો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ માંડવી પોલીસે ત્રગડી ગામના સ્મશાન પાછળ આવેલી બાવળોની ઝાડીમાં એક મોટરસાઇકલ પર વિદેશી દારૂની પોણા લાખની 216 બોટલ કબજે કરી હતી. પોલીસે એક મોટરસાઇકલ કિંમત 10000 અને દારૂનો જથ્થો મળી કુલ 85,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બાઇક સવાર રામદેવ સિંહ ઉર્ફે રોહિતસિંહ કેશુભા જાડેજા (રહેવાસી ત્રગડી) વાળો નાસી છૂટયો હતો.

દારુની બે દિવસ ડ્રાઇવમાં 103 કેસ કર્યા : 137 આરોપી પકડાયા
પશ્ચિમ કચ્છ પોલીસ 17 અને 18 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે દારુના કેસ કરવા માટે તથા પ્રોહિબિશનના અગાઉના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ યોજી હતી. બે દિવસમાં કુલ 103 કેસ કરાયા હતા અને 137 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં ભુજ શહેર એ ડિવિઝનમાં 9 , શહેર બી ડિવિઝન માં 14, માનકૂવામાં 5, પદ્ધરમાં 5, માંડવીમાં 15, માંડવી મરીનમાં 1, ગઢસીસામાં ૫, મુન્દ્રામાં 11, મુન્દ્રા મરીનમ। 10, નિરોણામાં 4, નખત્રાણામાં 10, નરામાં 1, દયાપરમાં 5, નારાયણ સરોવરમાં 4, નલિયા કોઠારામાં 1-1 કેસ મળી કુલ 103 કેસ કર્યા હતા. આ પ્રોહિબિશનના કેસોમાં 137 જણા પોલીસ પાંજરે પૂરાયા હતા

ભુજના ભાનુશાલી નગરના એક એપાર્ટમેન્ટમાંથી મહેફિલ માણતાં છ વેપારી પકડાયા : ગુનો નોંધાયો
શહેરના ભાનુશાલીનગર માં સાગર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણતા પાંચ વેપારી પકડાયા હતા. દીક્ષિત ભાઈ મૂળશંકર જોશી, જયેશભારથી માયાભારતી ગુસાઇ, રાહુલભાઈ સુરેશભાઈ સોની, રાજાભાઈ સુરેશભાઈ સોની, હિરેન ભાનુશાલી ઠક્કર અને કપિલભાઈ કિશોરભાઈ સોની (રહે તમામ ભુજ) વાળા દારૂની મહેફિલ માણતાં પકડાઇ ગયા હતા. તમામ આરોપી પાસેથી 6 મોબાઇલ કિંમત રૂપિયા 26 હજારનો મુદ્દામાલ કબજે કરાયું હતું. બી ડિવિઝન પોલીસે તમામ આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો