તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઉદ્યોગ કેન્દ્રથી લોટસ જતા માર્ગ પર ટ્રકે રોડ ક્રોસ કરી કારને ટક્કર મારી

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા અને પીજીવીસીએલ તંત્રને નુકસાન થતા ફોજદારીની તજવીજ

ભુજમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્રથી લોટસ કોલોની તરફના માર્ગે મંગળવારે સાંજે એક ટ્રક ફેન્સિંગ તોડી રોડ ક્રોસ કરીને સામેથી આવતી કારને ટક્કર મારી હતી. નગરપાલિકા અને પીજીવીસીએલ તંત્રને નુકસાન પહોંચાડતા ટ્રક માલિક સામે ફોજદારીની તજવીજ હાથ ધરાઇ હતી. મંગળવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં એક ટ્રક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રીલાયન્સ સર્કલ તરફ જઇ રહી હતી, એ દરમિયાન અચાનક લોટસ કોલોની પાસે ફુટપાથની ફેન્સિંગ તોડી રોડ ક્રોસ કરી સામેના રોડ પરથી આવતી એક સ્વીફટ કારને ટક્કર મારી હતી. સદભાગ્યે કોઇને જાનહાની થઇ ન હતી. સ્વીફટ કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું અને ટ્રક રોડની સાઇડે ઘુસી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...