રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઈવના બીજા દિવસે પણ પશ્ચિમ કચ્છ પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે તવાઇ બોલાવી હતી. જિલ્લા ટ્રાફિક-ભુજ પોલીસે 50 વાહનો ડિટેઇન કર્યા હતા તો નખત્રાણા ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 30 વાહન ચાલકો દંડાયા હતા. બેદરકાર વાહનચાલકો પોલીસની કાર્યવાહી બાદ હવે ટ્રાફિક નિયમોને અનુસરતા થયા છે.
નખત્રાણામાં હેલ્મેટ, સીટ બેલ્ટનં ભંગ બદલ તેમજ વગર લાયસન્સે વાહન ચલાવવા સહિતના નિયમના ભંગ કરનારા 30 વાહન ચાલકોને ચાલકો દંડાયા હતા. નખત્રાણા બસ સ્ટેન્ડ વિસ્તારમા 2 દિવસમા કુલ 30 જેટલા સીટ બેલ્ટ વિના તેમજ હેલ્મેટ વગરના ચાલકો ને પોલીસે પકડી પાડયા હતા. બીજી તરફ જિલ્લા ટ્રાફિક ભુજ પોલીસે ડ્રાઇવ દરમિયાન 50 વાહનો નિયમના ભંગ બદલ ડિટેઇન કર્યા હતા તેમજ 21 વાહન ચાલકો પાસેથી 10,500 રુપિયા દંડ સ્થળ પર વસુલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.