સપરમા દિવસોની આસો વદ 14 એટલે આજે કાળી ચૌદશના અવસરે કચ્છ જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ વિશેષ પૂજા અર્ચન અને હનુમાન ચાલીસા પઠન કરવામાં આવશે. તેમજ મહિલા વર્ગ અવનવી વાનગીઓ સાથે ભજીયા, લાડુ બનાવી ચાર રસ્તાએ આસુરી શક્તિઓને નિવેધ રૂપે ધરાવી ઘરમાંથી કકળાટ નિકાળવાની ધાર્મિક પરંપરાને અનુસરસે. આ દરમિયાન ભચાઉ તાલુકાના મોરબી રોડ વચ્ચે જુના કટારીયા માર્ગે આવતા જાણીતા હનુમંતધામ ખાતે આજે કાળી ચૌદશની રાત્રે 108 કુંડી સમૂહ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના ગાઈડલાઈન મુજબ યજ્ઞ કુંડની સ્થાપના કરાઈકટારીયા પાસેના જાણીતા હનુમંતધામ મંદિર ખાતે આજે ખાસ 108 કુંડી મહાય જ્ઞ યોજાશે. જેમાં આસપાસના સ્થળોની સાથે છેક મુંબઈ, સુરત, અમદાવાદ અને મોરબીના ભાવિકો ઉપસ્થિત રહી ધાર્મિક વિધીનો લાભ લેશે. છેલ્લા 5 વર્ષથી આજના દિવસે યોજાતી ધાર્મિક ક્રિયામાં વહેલાં તે પહેલાના ધોરણે ભાવિકોનો યજ્ઞ વિધિમાં સમાવેશ કરવામાં આવે છે. આ પ્રક્રિયા એક માસ પહેલા જ પ્રથમ દિવસે જ પૂર્ણ થઈ ગઈ હતી. કોરોનાકાળને ધ્યાને રાખી સરકારી ગાઈડલાઈન મુજબ 108 યજ્ઞ કુંડની સ્થાપના કરવામાં આવી છે.
108 કુંડી મહાયજ્ઞકાળી ચૌદશના અવસરે આજે રાત્રે 8.30 વાગ્યાથી ભુદેવોના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા 108 કુંડી મહાયજ્ઞમાં દરેક યજ્ઞ કુંડમાં 2 વ્યક્તિ જોડીમાં બેસશે. સર્વ મનોકામના પૂર્ણ આ યજ્ઞ વિધિમાં મહાકાળી પૂજન, મહા લક્ષ્મીજી પૂજન, માં સરસ્વતી પૂજન અને શ્રી સુક્તિના પાઠ હોમાત્મક તથા પાઠત્મક કરવામાં આવશે. જગ્યાના મહંત ભાનુપ્રસાદ ગોરના માર્ગદર્શન તળે મંદિર સેવા સમિતિ દ્વારા આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કચ્છમાં સંભવિત આ પ્રકારની સમૂહ યજ્ઞવિધિ હનુમંત ધામ ખાતે જ કરવામાં આવે છે.
જગ્યાનું મહત્વકચ્છમાં આવેલા ભૂંકપ બાદ આકાર પામેલું વિશાળ સંકુલમાં ગૌ શાળાની સાથે કાયમી અન્નક્ષેત્ર ચાલુ રહે છે. કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના સમયમાં દૈનિક 5 હજાર જેટલા શ્રમિકો, કામદારો અને સરકારી કર્મીઓએ અહીં ભોજનનો લાભ લીધો હતો. જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ સ્થળની મુલાકાત લઈ સેવા કાર્યને બિરદાવી હતી. મોરબી સામખીયાળી વચ્ચેના કટારીયા પાસેના હનુમંત ધામ મંદિર સંકુલ ખાતે અનેક વિધ કાયમી ધોરણે સેવાઓ ચાલુ છે. અહીંનું વિશ્રાતી ગ્રહ ભાવિકો માટે અતિ ઉપીયોગી સાબિત થતું રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.