આગાહી ખોટી પડી:રક્ષાબંધનના દિને સવારે હળવા વરસાદની ભુજ રડારની આગાહી પર મેઘરાજાએ પાણી ફેરવ્યું

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27મી સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

હવામાન વિભાગે તા.27 સુધી કચ્છના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે તેવામાં ભુજના રડારે રક્ષાબંધનના દિવસે અેટલે કે, રવિવારે સવારે કચ્છમાં હળવા વરસાદની અાગાહી કરી હતી તેને પણ મેઘરાજાઅે ખોટી ઠેરવી દીધી હતી.

તાજેતરમાં અંદાજિત 20 દિવસ સુધી મેઘાડંબર વચ્ચે હવામાન વિભાગે કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની અાગાહીઅો ચાલુ રાખી હતી પરંતુ તેને મેઘરાજાઅે ખોટી ઠેરવી દીધી હતી. નવાઇની વાત તો અે છે કે, જિલ્લા મથક ભુજ સ્થિત રડારે તા.22-8, રવિવારે સવારે કચ્છના અમુક સ્થળે હળવા વરસાદની અાગાહી કરી હતી પરંતુ તેના પર પણ મેઘરાજાઅે પાણી ફેરવી દીધું હતું. હવે તો હવામાન વિભાગની અાગાહી પરથી ખેડૂતો, માલધારીઅોનો વિશ્વાસ ધીમેધીમે ઉઠી રહ્યો છે તેવામાં હવામાન વિભાગે ફરી અાગામી તા.27-8, શુક્રવાર સુધી જિલ્લાના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. જો કે, અા અાગાહી જો સાચી ઠરે અને મેઘરાજા સમગ્ર કચ્છ પર હેત વરસાવે તો જ ખેડૂતો, માલધારીઅોના લલાટ પરથી ચિંતા વાદળો દુર થાય.

રાજ્યમાં સાૈથી ગરમ મથકોમાં ભુજ અને કંડલા અેરપોર્ટ 35.2 ડિગ્રી સાથે અવ્વલ
જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાવાની સાથે ભારે બફારા વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે અને હળવાથી મધ્યમ વરસાદની વકી વચ્ચે રવિવારે જિલ્લા મથક ભુજ અને કંડલા અેરપોર્ટ 35.2 ડિગ્રી સાથે રાજ્યના સાૈથી ગરમ મથકો બની રહ્યા હતા. નલિયામાં 31.6 અને કંડલા અેરપોર્ટ પર 31.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...