આગોતરી તૈયારીમાં સાવચેતી કે લાપરવાહ:ત્રીજી લહેર મુદ્દે તંત્ર ક્યાંક સજ્જ તો ક્યાંક બેફિકર

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના આક્રમણ સામે તંત્રનો સુરક્ષા કવચ
  • 10 તાલુકાનો કરાયો સરવે
  • પથારી,લેબ,ઓક્સિજન પ્લાન્ટ તો ઉભા કરી દેવાયા પણ સંચાલન માટેના કુશળ સ્ટાફની વર્તાય છે ઘટ

જિલ્લામાં કોરોનાના નવા કેસોમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. દરરોજ 20 ની સરેરાશથી કોવિડના નવા પોઝીટીવ દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે ખરેખર જો કેસોની સંખ્યા વધી જાય તો તંત્ર તેનો સામનો કરવા સક્ષમ છે કે કેમ ? તે જાણવા માટે દસેય તાલુકામાં પરિસ્થિતિ ચકાસતા ક્યાંક સજ્જતા તો ક્યાંક હજી પણ બેફિકરાઈ જોવા મળી છે.જિલ્લા તંત્ર દ્વારા દાવો કરાયો છે કે,410 આઇસીયુ બેડ અને 2424 ઓકિસજન બેડ સાથે જી.કે.જનરલ સહિતની મુખ્ય હોસ્પિટલો અને સીએચસીમાં ઓકિસજનના પ્લાન્ટ છે પણ આ બધી તૈયારી બીજી લહેરની છે.

ત્રીજી લહેર માટે કોઈ નવી તૈયારી કરાઈ નથી.સાધનો વસાવી લેવાયા છે પણ તેને ઓપરેટ કરવા માટે તબીબી સ્ટાફ જોઈએ જેની જિલ્લામાં ઘટ છે. જે તે સમયે તાબડતોબ ડોકટર અને નર્સની ભરતી કરાઈ હતી પણ બાદમાં તેઓને છુટા કરી દેવાયા હતા ત્યારે લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે એ માટે પ્રશાશન કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે.

અંજારમાં 5 વેન્ટિલેટર ઉપલબ્ધ !
અંજાર SDH ઉપરાંત નવજીવન હોસ્પિટલ નાગલપર તથા CHC દુધઈ ખાતે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.ઓક્સિજન બેડની કુલ સંખ્યા 105 છે. તમામ PHC સેન્ટરમાં કુલ 6 MBBS ડોક્ટર ઉપરાંત SDHમાં 3 તથા CHCમાં 3 ની સંખ્યા છે. જેથી સ્ટાફની પણ કોઈ ઘટ નથી.ઉપરાંત અંજાર ખાતે 5 વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

રાપરમાં તો કોઈ જ તૈયારી નથી !
દરેક તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા પોતે સજ્જ હોવાનું ગાણું ગાવામાં આવી રહ્યું છે પણ રાપર તાલુકામા તો કોવિડની સંભવત ત્રીજી લહેર માટે કોઈ ખાસ હોસ્પિટલ કે ઓકિસજન, વેન્ટિલેટર બેડની સુવિધા કરાઈ નથી તેમજ આ માટે આરોગ્ય કે વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ આયોજન ઘડાયું નથી.સીએચસીમાં તબીબ છે પણ નવ પીએચસીમાં ડોકટરની ઘટ છે તાજેતરમાં 108 ની નવી એમ્બ્યુલન્સ આવી હતી જે ઉપલબ્ધ છે પણ સરકારી દવાખાનામાં રહેલી જૂની એમ્બ્યુલન્સ બધી ખખડધજ છે.

ભચાઉની 7 PHC માં 2 - 2 દર્દીને દાખલ કરાય તેવી વ્યવસ્થા
ભચાઉની સરકારી હોસ્પિટલમાં કોવિડને લઈને ઓકિસજન સહિતના 24 બેડની વ્યવસ્થા કરાઈ છે.ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ અને જરૂરી મેડિસન સાથે સ્થાનિક આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો કરાયો છે તો તાલુકાની સાત પીએચસીમાં પણ બે - બે કોરોના સંક્રમિત દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા હોવાનું જાણવા મળ્યું છે.

ઔધોગિક નગર મુન્દ્રામાં ખાનગી સહિત માત્ર 76 બેડની સવલત
મુન્દ્રામાં ખાનગી એલાયન્સ અને બારોઇની મીમ્સ હોસ્પિટલમાં 23 અને 18 બેડની સુવિધા છે જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 15 તેમજ ભુજપર પીએચસીમાં 20 મળીને કુલ 76 બેડની સુવિધા કોવિડ પેશન્ટ માટે હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.બંન્ને ખાનગી હોસ્પિટલમાં ટૂંક સમયમાં વેન્ટિલેટરની સુવિધા ઉભી કરાશે.

માંડવીમાં ઓકિસજનના 30 અને વેન્ટીલેટરના 4 બેડ ઉપલબ્ધ
માંડવી શહેરમાં બે ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે તેમજ ગઢશીશા સરકારી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલને સજ્જ કરવામાં આવી છે.હાલે તાલુકામાં 30 ઓકિસજન બેડ અને 4 વેન્ટીલેટર બેડની સુવિધા છે જ્યારે ટ્રસ્ટ સંચાલીત મસ્કાની હોસ્પિટલ સાથે ત્રીજી વેવ સંદર્ભે કોઈ એમઓયુ થયો નથી.

દયાપરમાં તૈયારીઓ વચ્ચે CHC ની એમ્બ્યુલન્સ 3 માસથી બંધ
જ્યાં પ્રથમ કોવિડનો કેસ આવ્યો હતો તે લખપતમાં એકપણ કોવિડ કેર સેન્ટર નથી પણ માતાના મઢમાં જરૂર પડ્યે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જાગીર દ્વારા સહયોગ બતાવાયો છે તો દયાપર પીએચસીમાં 2 અને ઘડુલી,બરંદા,નારાયણ સરોવર અને માતાના મઢમાં 1 - 1 ઓકિસજન મશીન છે જોકે,દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રની

1 હજાર બેડ અને 5 ઓક્સિજન પ્લાન્ટ સાથે ગાંધીધામ સજ્જ
ગાંધીધામમાં લીલાશાહ કુટીયા, સેન્ટ જોસેફ હોસ્પિટલ, રામબાગ હોસ્પિટલ, ડીપીટી હોસ્પિટલ, સ્ટર્લીંગ સહિતના મળીને કુલ 1 હજાર જેટલા ઓક્સીજનની સુવિધા સાથેના બેડ ઉપલબ્ધ અને તૈયાર હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું તો આ સાથે બીજી લહેર દરમ્યાન અને બાદમાં બનાવાયેલા પાંચ ઓક્સિજન પ્લાન્ટ પણ જનસેવાર્થે ઉપલબ્ધ મળી રહે તેમ છે. જેમાં રામબાગ હોસ્પિટલ ખાતે બે,લીલાશાહ કુટીયા ખાતે બે અને ગોપાલપુરી હોસ્પિટલ ખાતી એક એમ પાંચ પ્લાન્ટ ઉપલબ્ધ છે.

ભુજ તાલુકામાં 11 પીએચસી અને 3 સીએચસીમાં બેડ ખરી પણ મદાર જી.કે.પર
ભુજ તાલુકાના 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 5 - 5 બેડની જ્યારે 3 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 30 - 30 બેડની સુવિધા બીજી લહેર વખતે ઉભી કરાઈ હતી જે યથાવત છે જોકે કેસો વધી જાય ત્યારે મોટાભાગના દર્દીઓને જી.કે.જનરલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવે છે.બીજી લહેર વખતે થયેલી હાડમારી બાદ જી.કે.જનરલ હોસ્પિટલ હાલમાં સજ્જ થઈ ગઈ છે અને અહીં ઓકિસજનની પાઇપો પથારી સુધી પાથરી દેવાઈ છે.500 થી વધુ બેડ ઉપલબ્ધ કરવા સાથે ઘણી ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર પણ ફરી શરૂ કરવાની હિલચાલ છે. એમ્બ્યુલન્સમાં યાંત્રિક ખામી સર્જાતાં છેલ્લા 3 મહિનાથી વાહન બંધ હાલતમાં પડ્યું છે આ મુદ્દે કોઈ કાર્યવાહી પણ થઈ નથી.

કોરોના વકરશે તો રાતા તળાવ કોવિડ કેર સેન્ટર ફરી શરૂ થશે
કોવિડના કેસો હાલમાં ભુજ,માંડવી અને ગાંધીધામમાં વધી રહ્યા છે અબડાસા સહિતના પશ્ચિમ કચ્છમાં હજી કોરોનાએ ડોક્યુ કર્યું નથી પણ જો બીજી લહેરની જેમ કેસોમાં ઉછાળો આવે તો રાતા તળાવ કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરવામાં આવશે તેમજ હાલમાં તાલુકાના 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને નલિયા સીએચસીમાં 39 સાદા બેડ તેમજ 27 ઓકિસજન બેડ ઉપલબ્ધ છે.

નખત્રાણામાં ઓકિસજન પ્લાન્ટ અને બેડ ઉપલબ્ધ પણ 4 તબીબની જગ્યા ખાલી
નખત્રાણા તાલુકામાં સંભવત કોવિડની સ્થિતિને અનુલક્ષીને પીએસએ ઓકિસજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે.અહીં પાટીદાર હોસ્ટેલ,સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ રામેંશ્વર ખાતે કોવિડ કેર સેન્ટર કાર્યરત છે જેમાં કુલ 136 ઓકિસજન બેડ તૈયાર છે બીજી તરફ નખત્રાણામાં 2 જ્યારે મંગવાણા અને રવાપરમાં 1 - 1 તબીબની ઘટ છે.

અન્ય સમાચારો પણ છે...