તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રૂપિયા મુદે શખ્સે બહુમાળી ભવન પાસે વકીલને જાહેરમાં ફડાકા ઝીંક્યા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુન્દ્રામાં ટ્રાન્સપોર્ટરને ત્રણ શખ્સે માર માર્યો

ભુજના બહુમાળી ભવન ખાતે રૂપિયા મુદે વકીલને તો, મુન્દ્રામાં કંપનીમાં ચાલતી ગાડીઓ કાઢી લેવાનું કહી ત્રણ શખ્સોએ ટ્રાન્સપોર્ટરને માર મારતાં મામલો પોલીસ મથકે પોહંચ્યો હતો. જુની રાવલવાડીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા જોગેશકુમાર મોહનલાલ આશર (ઉ.વ.41)એ મયુર પરમાર રહે લાભશુભ સોસાયટી વાળા વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ એક વર્ષ પહેલા ફરિયાદીને રૂપિયા પાંચ હજાર આપીને વકીલાત બાબતે સલાહ લીધી હતી. અને કામ પણ કરવાનું કહ્યું હતું. દરમિયાન આરોપી ફરિયાદી વકીલ પાસે 5 હજાર રૂપિયા માંગણી કરતો હોઇ ફરિયાદીએ ફીની રકમ હોવાનું જણાવી રૂપિયા તરત આપવાની ના કહેતાં આરોપીએ શનિવારે સવારે ફરિયાદી બહુમાળી ભવન ખાતે ચાની હોટલ પાસે હતા. ત્યારે આરોપીએ આવીને ફરિયાદીના શર્ટનું કોલર પકડીને ધકબુશટનો માર માર્યો હતો. એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો, બીજી તરફ મુન્દ્રાના જીરો પોઇન્ટ પર માલ લેવા ઉભેલા મુળ હરીયાણાના હાલ મોટા કપાયા રહેતા અને શ્રી ગુરૂનાનક લોજીસ્ટીક નામે ટ્રાન્પોર્ટનો વ્યવસાય કરતા ફરિયાદી ગુરિન્દરસિંગ સુખજીતસિંહ પાસે થારૂ ગઢવી અને બ અજાણ્યા શખ્સોએ આવીને જીન્દાલ શોપાઇપમાં તારી ગાડીઓ ચાલે છે તે કાઢી લેજે તેમ કહીને ઝાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મુન્દ્રા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...