લખપત તાલુકાના કોટડામઢ ગામે કબ્રસ્તાન પાસેની ગૌચર જમીનમાં કંપનીના વીજ પોલ બાબતે નોટીશ આપવછા મુદે ચાર શખ્સોએ સરપંચને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં દયાપર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કોટડામઢ ગામે રહેતા અને ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા અબ્દ્રેમાન જુમાભાઇ રાયમાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, માર માર્યાની ઘટના બુધવારે સવારે બાર વાગ્યાના અરસામાં કોટડામઢ ગામના કબ્રસ્તાન પાસેની ગૌચર જમીન પાસે બન્યો હતો
ફરિયાદી સરપંચને ગામના મહિલા તલાટી કૃપાબેને ફોન કરી જણાવ્યું હતું કે, કબ્રસ્તાનના માપણી ખૂંટા જોવા માટે કંપનીના મામદ ભગર આવ્યા છે. તો, સરપંચ તરીકે તમને આવું પડશે જેથી ફરિયાદ સરપંચ સ્થળ પર ગયા હતા. ત્યારે કંપનીના માણસો જમીન જોવ દુર ગયા હતા ત્યારે નખત્રાણાના મામદ ભખર રાયમાએ સરપંચને કહયું હતુ઼ કે, હાઇટેક કંપનને જમીન પર વીજ પોલની કામગીરી માટે નોટીશ કેમ આપી છે.
ત્યારે સરપંચે જણાવ્યું હતું કે, ગૌચર જમીનમાં મંજુરી મળી હોયતો ડોક્યુમેન્ટ ગ્રામ પંચાયતમાં રજુ કરવા તેમ કહેતા આરોપી મામદ ભખર રાયમા, ઓસમાણ હાજી ખમીશા પઢેયાર, અભુભખર ઉર્ફે હનીફ આધમ રાયમા, જુણેજા ઇશાક રાયમા સહિત ચાર શખ્સોએ ફરિયાદી સરપંચ સાથે ઝગડો કરી ગાળો આપી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દયાપર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.