તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:RTOની બોગસ રસીદ મુદ્દે બંને આરોપી એક દી’ના રિમાન્ડ પર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેતરપિંડીના કેસમાં વધુ એક આરોપીની સંડોવણી ખુલતાં પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા

ભુજની અાર.ટી.અો. કચેરીમાં બે અેજન્ટોઅે ડિટેઇન થયેલા વાહનની ખોટી રસીદ બનાવી વાહન માલિક સાથે છેતરપિંડી કરી 6500 રૂપિયા લઇ લેતા બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી. બંનેની ધરપકડ કરી રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા પોલીસને એક દિવસના રિમાન્ડ મળ્યા છે. કેસમાં વધુ એક આરોપીની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અબડાસા તાલુકાના છસરા ગામે રહેતા મહેશ ધનજીભાઇ મંગે (ભાનુશાલી)વાળાઅે ભુજના ધર્મેન્દ્રસિંહ લક્ષમણસિંહ ડોડીયા (રહે. ભુજ) અને સાગર દયારામ ભાનુશાલી (રહે. માધાપર)વાળા સામે છેતરપિંડી કર્યાની ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીની બાઇક નલિયા પોલીસે ડિટેઇન કરી હતી, જે ડિટેઇન થયેલા વાહનનું દંડ ભરવા માટે સરકારી ખોટી રસીદ બનાવી અાપી પૈસા લઇ ખોટી રસીદને સાચી તરીકે ઉપયોગ કરી સરકારમાં ભરવાના રૂપિયા નહીં ભરી છેતરપિંડી કરી હોતા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બંને સામે અરજી અાપ્યા બાદ ગુનો દર્જ કરાવ્યો હતો. પોલીસે શુક્રવારે બંનેની ધરપકડ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. બીજીતરફ કેસમાં વધુ એક આરોપીની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...