તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાતમના પર્વે જુગારમાં નસીબ અજમાવતા 53 શખ્સો પકડાયા

ભુજ-ગાંધીધામ-અંજાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પશ્ચિમ કચ્છમાંથી 32 અને પૂર્વમાંથી 21 શખ્સો પત્તા ટીંચતા 1.67 લાખ રોકડ સાથે દબોચાયા

રવિવારે શિતળા સાતમના દિવસે જુગારમાં નસીબ અાજમાવતા કચ્છમાંથી 53 શખ્સો પકડાયા હતા. પશ્ચિમ કચ્છના જુદા જુદા તાલુકા મથકેથી 32 અને પૂર્વ કચ્છમાંથી 21 શખ્સો 1.67 લાખ રોકડ સાથે જુગાર રમતા પકડાઇ જતા ગુનો નોંધાયા હતા. ભુજ શહેરના માધાપર હાઇવે પર ધર્મ કોમ્પ્લેક્ષની પાછળ વાસપોડા વાસમાં જુગાર રમતા રમેશભાઇ જીવાભાઇ વાસપોડા, મફાભાઇ ખુરશીભાઇ વાસપોડા અને રમેશ બાબુભાઇ મહેશ્વરી (રહે. ત્રણેય માધાપર હાઇવે,ભુજ)વાળા 7800 રૂપિયા રોકડા સાથે બી ડિવિઝન પોલીસે પકડી ગુનો નોંધ્યો હતો. ભુજ તાલુકાના સેડાતા પાસે સુર્યાવરસાણી અેકેડમી સામે કાચા માર્ગે અેક વરંડામાં જુગાર રમતા 7 શખ્સોને માનકુવા પોલીસે જુગાર રમતા 97 હજારની માલમતા સાથે પકડાઇ જઇ બે શખ્સો નાસી છુટયા હતા. જેમાં મહેન્દ્રગર જવેરગર ગુંસાઇ, અબ્બાસ ઉર્ફે શેખડાડા મામદ શેખ (રહે. ભુજ), જયરામ બાબુ સથવારા, રમેશ બાબુ સથવારા ( રહે. બળદીયા), સામજી કોલી સથવારા, રવજી ઇભલા કોલી, કાનજી જખુ મહેશ્વરી ( રહે. ભારાપર) વાળા જુગાર રમતા 13,510 રોકડ, ત્રણ મો. સાઇકલ કિંમત 75,000, પાંચ મોબાઇલ કિંમત 9100 મળી 97,610 ની માલમતા સાથે પકડાઇ ગયા હતા, તો દરોડા સમયે મહેશ મણીલાલ સથવારા અને જયન્તી અાઅ સથવારા વાળા નાસી છુટયા હતા. ભુજ તાલુકાના કુરન ગામે મારવાડા વાસમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા, જેમાં નામોરી ભુરા મારવાડા, દેવાભાઈ અરજણભાઈ મારવાડા, દાના સુકરીયા મારવાડા, દેવા આચાર મારવાડા, સામત મંગુ મારવાડા (રહે તમામ કુરન) 15530 રોકડ અને 4 મોબાઇલ કિંમત 8000 મળી કુલ 23540 ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. ખાવડા ગામે કોલીવાસમાં જુગારનો પડ માંડી બેઠેલા નવ શખ્સો 16 હજારની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા, જેમાં ફલુ હરજી કોલી, છગન બીજલ કોલી, નાગજી સવા કોલી, રાજેશ વિરા કોલી, લાખા વિરા કોલી, ધરમસિંહ જેસિંગ કોલી, જેસીંગ હરજી કોલી, ધના લગધીર કોલી અને રામજી કરમણ કોલી 16,180 રોકડ અને ત્રણ મોબાઇલ કિંમત 7500 મળી કુલ 23680 ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. મુંદરાના ગુંદાલા ગામે મુનીર ફઝલઅહમદ હાલા, કૈલાશ મનજીભાઇ જોષી અને રાહુલ મુળજી સોંધરા (રહે. ગુંદાલા)વાળા જુગાર રમતા ત્રણ હજાર રૂપિયા રોકડ સાથે પકડાયા હતા. લખપત તાલુકાના માતાનામઢ નજીક ડેમ પાસે જુગાર રમતા પરબત અાચાર બાંભણીયા, લખમશી હિરાભાઇ ગોરડીયા, વાલજી અાચાર બાંભણીયા, રામજી અાચાર બુચીયા અને હરજીવન નરભેરામ જોશી (રહે. માતાનામઢ) જુગાર રમતા 10,880ની રોકડ અને પાંચ મોબાઇલ કિંમત 14 હજાર મળી 24,880ના મુદ્દામાલ સાથે દયાપર પોલીસે પકડી પાડયા હતા. તો ભામુભાઇ થાવર ગોરડીયા અને રાજેશ ખેતાભાઇ બાંભણીયા દરોડા દરમિયાન નાસી છુટયા હતા. ભચાઉના નંદગામ પાસે આવેલી ગીતા સોલ્ટ કંપની નજીક બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા અજાભાઇ રામજીભાઇ આહિર, લખુભાઇ શંભુભાઇ આહિર, રમેશભાઇ અરજણભાઇ આહિર, શામજીભાઇ ઘેલાભાઇ આહિર, ઘેલાભાઇ ચોથાભાઇ આહિર અને રાજાભાઇ તેજાભાઇ આહીરને રૂ.51,650 રોકડ તથા રૂ.70,000 ની કિંમતના 6 મોબાઇલ મળી કુલ રૂ.1,21,650 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. રાપર તાલુકાના છગનવાંઢમાં વિનોદભાઇ રામાભાઇ કોલીના મકાન આગળ જાહેરમાં જુગાર રમી રહેલા મહેન્દ્રભાઇ ઠાકરશી મારાજ, ગેલાભાઇ રણમલભાઇ કોલી, કેશાભાઇ છગનભાઇ કોલી, તુલસીભાઇ ખોડાભાઇ કોલી, કરમશીભાઇ હરજીભાઇ કોલી અને તુલસીભાઇ રાજાભાઇ કોલીને રૂ.16,340 રોકડ તથા રૂ.15,600 ની કિંમતના 5 મોબાઇલ સહિત કુલ રૂ.31,940 ના મુદ્દામાલ સાથે બાલાસર પોલીસે પકડી લીધા હતા. શિણાય ગામના ચોકમાં ધાણીપાસાનો જુગાર રમી રહેલા પ્રભુરામ ગંગારામ મઢવી, નિશાન નવિનભાઇ પ્રજાપતિ, સતિષ હરજીભાઇ પરમાર, મનોજ હકાભાઇ કાનાણી અને નૂરઅહેમદ જોરઅહેમદ પઠાણને રૂ.15,650 રોકડ રકમ સાથે આદિપુર પોલીસે પકડી લીધા હતા. અંજાર પોલીસે બાતમી આધારે રેલ્વે સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા શખ્સો પર દરોડો પાડ્યો હતો. જેમાં દિપક અશોક જોગી, ગોવિંદ મિઠુભાઈ જોગી, નારણભાઇ વાઘજીભાઈ જોગી તથા મનોજભાઈ નારણભાઇ જોગી રોકડ રૂ. 18,500 સાથે ઝડપાઇ ગયા હતા. જેથી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...