તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જન્માષ્ટમી પર્વે કચ્છ એસટી દ્વારા વધારાની 290 ટ્રીપનું કરાશે સંચાલન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ એસટીની ગાડી ચડી માર્ગો પર...
  • લોકલ પ્રવાસીઓનો ધસારો વધુ હોવાથી સ્થાનિકના રૂટ વધુ

કોરોનાની લહેર શાંત પડી જતા તમામ ધંધા રોજગાર અને જાહેર એકમો પુન: ધમધમતા થઈ ગયા છે કોવિડના કારણે એસટી બસોમાં પણ ધસારો ઘટી ગયો હતો જોકે હાલમાં કોરોના શાંત પડી જતા એસટીની બસોમાં ટ્રાફિક વધ્યો છે રક્ષાબંધનના પર્વમાં મુસાફરોનો સારો એવો ધસારો હોવાથી નિગમ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે કચ્છમાં વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે જે પ્રમાણે એક્સ્ટ્રામાં 290 ટ્રીપનું સંચાલન ભુજ ડેપોથી કરવામાં આવશે.

આ અંગેની વિગતો મુજબ હાલમાં 100 ટકા કેપીસિટી સાથે બસો દોડાવવામાં આવી રહી છે જિલ્લામાં તહેવારો ટાંકણે જિલ્લા બહારના સ્થળો અમદાવાદ,રાજકોટ,વડોદરા, સુરત, ગોધરા,પંચમહાલ, બનાસકાંઠા વગેરે સ્થળોનો ટ્રાફિક 20 થી 25 ટકા જેટલો હોય છે મોટાભાગના પ્રવાસીઓ જિલ્લામાં જ મુસાફરી કરે છે જેથી લોકલ રૂટ પર વધારે ભારણ રહે છે જેથી આ વખતે લોકલ રૂટની સંખ્યા વધુ છે.

કચ્છ ડિવિઝનના એસટી નિયામક શ્રી પટેલે જણાવ્યું કે,આ વખતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ત્રિદિવસીય રજાનો સંયોગ અને વિકેન્ડ છે જેથી એસટીમાં મુસાફરોના ધસારાને જોતા વધારાની બસો દોડાવવામાં આવશે.

આ સમયગાળામાં વિદ્યાર્થીરૂટની બસો બંધ રહેશે જેથી આ બસોના 60 શિડયુલ તહેવારોમાં આવવા - જવા માટે દોડાવાશે. જેમાં 240 ટ્રીપ લોકલ પરિવહનમાં દોડાવવાનું આયોજન કરાયું છે તો જિલ્લા બહાર એક્સપ્રેસ પરિવહન માટે 50 જેટલી ટ્રીપ દોડાવસે જોકે એક્સપ્રેસમાં બુકિંગના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવું ઉમેર્યું હતું. નોંધનીય છે કે, રક્ષાબંધનના પણ કચ્છના એસટી મથકોએ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો, ત્યારે તહેવારની સીઝનમાં હજુ પણ પ્રવાહ વધવાની આશા છે.

તહેવારોના કારણે એસટીની દૈનિક 13 લાખ આવક વધી
કચ્છમાં એસટી દ્વારા હાલમાં 316 શિડ્યુલમાં 770 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે સામાન્ય રીતે એસટીની દૈનિક આવક 28 થી 30 લાખ છે પણ હાલમાં તહેવારોની સીઝન ચાલતી હોવાથી દરરોજ 41 લાખની આવક થઈ રહી છે જે સારી બાબત કહી શકાય..

અન્ય સમાચારો પણ છે...