ક્રાઇમ:ચૂંટણીના દિવસે જ બે નામીચા બુટલેગરો પાસામાં ધકેલાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનકુવાના અને ભુજના યુવક વિરૂદ્ધ કાર્યવાહી

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ગ્રામ પંચાયતની ચૂંટણીને નિષ્પક્ષ અને ભયમુકત હેતુ સર પાર પાડવા તેમજ દારૂની બદીને નેસ્તનાબુદ કરવા માટે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ભુજ અને માનકુવાના બે લિસ્ટેડ બુટલેગરને ચૂંટણીના દિવસે જ ભાવનગર અને સુરત લાજપોર જેલમાં પાસા તળે ધકેલી દેવાયો હતો.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા જાહેર કરેલી યાદી મુજબ, માનકુવાના રામગર સુરેશગર ગોસ્વામી (રહે. જુનાવાસ) સામે વિદેશી દારૂના વેંચાણ કરવાના ગુના નોંધાયેલા હોઇ કલેકટર તરફથી પાસાની દરખાસ્ત ગ્રાહ્ય રહેતા લાજપોર (સુરત) જેલમાં ધકેલી દેવાયો હતો. તો ભુજના લોટસ કોલોનીમાં રહેતા ઇબ્રાહીમ હાસમ કેવરની પણ પાસાની દરખાસ્ત મંજૂર થતા ભાવનગર જિલ્લા જેલ ખાતે ધકેલી દેવામાં અાવ્યો હતો.

બંને આરોપીએ વિરૂદ્ધ પાસાનો વોરંટ ઇસ્યુ કરી વોરંટની બજવણી કરી લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તેમજ બન્ને લિસ્ટેડ બુટલેગરોને પાસા તળે ભાવનગર-સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...