તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાપ્રધાન મોદી બે દિવસ કચ્છ:15મીએ એનર્જી પાર્ક, સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 14મીના ધોરડોમાં રાત્રિ રોકાણ કરે તેવી સંભાવના વચ્ચે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.14 અને 15 ડિસેમ્બરના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તા.15ના ખાવડા નજીક આકાર પામનારા સોલાર પ્લાન્ટ અને માંડવીના ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. મળતી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે કચ્છના મહેમાન બનશે. તા.14-12ના ધોરડોમાં રાત્રિ રોકાણ કરશે અને તા.15-12ના ખાવડામાં આકાર પામનારા એશિયાના સૌથી મોટા 30 હજાર મેગા વોટના રિન્યૂએબલ એનર્જી પાર્ક અને માંડવીમાં પીવાના પાણી અને ઉદ્યોગો માટે ઉપયોગી ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.

ધોરડો કાર્યક્રમ બાદ માંડવી જશે કે, ધોરડોથી જ માંડવીના પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત કરશે કે કેમ તે અંગે હજુ સુધી તંત્ર દ્વારા કોઇ ફોડ પાડવામાં આવતો નથી કે, સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી. જો કે, સંભવત તારીખો જાહેર થવાની સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓનો દોર આરંભી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન કયાં રાત્રિ રોકાણ કરશે, તેમના સમગ્ર કાર્યક્રમ અંગે સત્તાવાર કોઇ જ જાહેરાત કરાઇ નથી.

પીઅેમ તરીકે મોદી પાંચમી વખત કચ્છ અાવશે
વડાપ્રધાન મોદીનો ક્ચ્છ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. અગાઉ મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં મોદી 70થી વધારે વખત કચ્છ અાવી ચૂકયા હતાં. ત્યારબાદ વડાપ્રધાન બન્યા બાદ પણ તેઅો ચાર વખત કચ્છ અાવી ચૂક્યા છે. વર્ષ 2015માં ધોરડો ખાતે ડીજી કોન્ફરન્સમાં તેઅો કચ્છ અાવ્યા હતાં. ત્યારબાદ તેઅો મે 2017માં ગાંધીધામ ખાતે અાવી કંડલા પોર્ટના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા તે જ દિવસે ભચાઉના લોધેશ્વર ખાતે નર્મદાના પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

2017ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઅાત કરતા પહેલા નવેમ્બરમાં તેઅો માતાનામઢ ખાતે અાશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતાં. તે જ દિવસે તેઅોઅે ભુજમાં જાહેરસભા સંબોધી હતી. છેલ્લે મોદી સપ્ટેમ્બર 2018ના અંજારના સત્તાપર ખાતે ગોવર્ધન ટેકરી ખાતે જાહેરસભા સંબોધવાની સાથે વિવિધ કામોને સમર્પિત કર્યા હતાં.

ધોરડોમાં કાર્યક્રમના સ્થળે તૈયારીનો ધમધમાટ
આ અંગે નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તા.15ના ખાવડા, માંડવી ખાતેના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે તેવી સંભવિત જાહેરાતના પગલે તંત્ર દ્વારા તૈયારીઓનો દોર આરંભી દેવાયો છે.

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ જયાં યોજાયો હતો ત્યાં જ વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે. જેને લઇને ગુરૂવારે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો સાથે કાર્યક્રમના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. ઝાલાએ વધુમાં કહ્યું હતું કે, હાલે માત્ર સંભવિત તા.15ના કાર્યક્રમ યોજાશે, તેવી જાહેરાત કરાઇ છે પરંતુ લેખિત કાર્યક્રમ આવ્યા બાદ કાર્યક્રમને લઇને તૈયારીઓનો ધમધમાટ શરૂ દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો