તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતિક્રમણ હટયું:સોમવારે 18 ખેતરોમાંથી દબાણ દૂર કરી વધુ 181 એકર જમીન દબાણમુક્ત કરાઈ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીરંડિયારામાં અત્યારસુધી કુલ 71 ખેતરોમાંથી 1515 એકર અતિક્રમણ હટયું

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન બન્ની વિસ્તારમાં થયેલા ખેતીવિષયક દબાણો હટાવી લેવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાકીદ કરવામાં આવી છે,છ મહિનામાં આ અતિક્રમણ હટાવી ઘાસિયા ભૂમિને દબાણ મુક્ત કરવા માટે સૂચના અપાઈ છે જે અન્વયે જિલ્લા પ્રશાશન દ્વારા સતત આ વિસ્તારમાં કાર્યવાહી કરી ખેતીવિષયક દબાણો હટાવવામાં આવી રહ્યા છે.

બન્ની વનવિભાગના ડીએફઓ એમ.યુ.જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે,સોમવારે ભીરંડીયારા વિસ્તારમાં કુલ 18 ખેતર દૂર કરી 181 એકર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે અત્યારસુધીની કાર્યવાહી બાબતે કહ્યું કે,ભીરંડીયારા વિસ્તારમાં કુલ 71 ખેતરો પરનું ગેરકાયદે દબાણ હટાવી 1515 એકર જમીન પરથી અતિક્રમણ હટાવવામાં આવ્યું છે.રહેણાક મકાનની આસપાસ અતિક્રમણ હોય તો વાડા તરીકે ઓળખી શકાય પણ આ દબાણ ગામના સીમાડામાં કરાયું હતું જે ખેતવિષયક હોવાથી આ ખેતરનું દબાણ હોવાનું ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે,હજી પણ સપ્તાહ સુધી ભીરંડીયારા ગામમાં કાર્યવાહી ચાલશે જે બાદ અન્ય ગામોમાં કાર્યવાહી કરવામાં આવશે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જાળવવા માટે ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટની ટિમ પણ બન્ની વિસ્તારમાં ખડેપગે રહે છે.

બન્નીના લોકો વતન પ્રત્યે વફાદાર છે
બન્નીના માલધારી સંગઠનોના મોવડીઅોઅે અાજે જણાવ્યું હતું કે બન્નીના લોકોની વતન પ્રત્યેની નિષ્ઠા હંમેશ બેજોડ છે. ઇતિહાસમાં અેના અનેક દાખલા છે. બન્ની વાસીઅો યુદ્ધ વખતે અને તે પછી પણ અવાર-નવાર ભારતીય અેજન્સીઅોને મદદરૂપ થતા અાવ્યા છે.

દરમિયાન બન્નીના અગ્રણી યાકુબ મુતવાઅે જણાવ્યું હતું કે, 1947 પછી ભારત પાકિસ્તાન સરહદની સુરક્ષા સ્થાનિક લોકોના હાથમાં હતી. કલેકટર તુલસીદાસ શેઠ બન્નીના લોકો માટે ખાસ “પોલીસ પટેલ”નો હોદ્દો અમલમાં લાવ્યા હતા. ધોરડોના ગુલબેગ મીયાં હુશેન મુતવા, નુરમામદભાઇ, લએવારો ગામના સાધી રાઉ નોડે, દધ્ધર ગામના ગુલમામદ નોડે સહિતના અગ્રણીઅોની વતન પ્રત્યેની નિષ્ઠાના તેઅોઅે દાખલા અાપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...