તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:માંડવીના યુવાન સાથે ઓન લાઇન રૂ. 3.22 લાખની ઠગાઇ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણાની મહિલાના ખાતામાં નાણા જમા કરાવ્યા

માંડવીના યુવાનને નોકરી ડોટ કોમમાંથી બોલું છું કહી અજાણયા શખ્સે અદાણીમાં નોકરી આપવાનું કહી હરીયાણાની મહિલાના ખાતામાં 3,22,350 જેટલ માતબર રકમ ભરાવી છેતરપિંડી કરતાં પોલીસ મથકમાં આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના કલવાણરોડ પર બાબાવાડીમાં રહેતા વિશાલ પ્રેમજીભાઇ કેરાઇ (ઉ.વ.22) સાથે બનાવ બન્યો હતો. ફરિયાદીએ નોકરી ડોટ કોમ નામની વેબ સાઇડ પર અેપ્લાય કરી હતી.

દરમિયાન હરિયાણાના ગુરગાંવના ગુજ્જરીયામાં રહેતી જ્યોતિ દિનેશકુમાર નામની યુવતીએ નોકરી ડોટ કોમમાંથી બોલું છું કહીને અદાણી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપીને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા 3,22,350 જેટલી રકમ પોતાના ખાતા નંબરમાં ભરાવી લધા હતા. આરોપીએ નોકરી કે નાણા પરત નહીં આપી છેતરપિંડી કરતાં ભોગ બનનાર ફરિયાદીએ માંડવી મરિન પોલીસ મથકમાં હરિયાણાની મહિલા વિરૂધ આઇટી એક્ટ તળે ગુનો નોંધાવ્યો હતો. માંડવી મરિન પોલીસે બનાવની નોંધ લઇઅને આગળની તપાસ પીઆઇ એમ.એન.ચૌહાણે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...