તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રોડ સેફ્ટીનો પ્રશ્ન રાજ્યભરમાં એક ગંભીર મુદ્દો બની ગયો છે. ભુજમાં એક ટેમ્પો અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઈક સવારનું ટેમ્પોની નીચે આવી જતા ઘટનાસ્થળે મૃત્યું નિપજ્યું હતું. લોકોએ ટેમ્પોની તલાશ લેતા દેશી દારૂની પોટલી મળી આવી હતી, જેથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે ટોમ્પો સવાર નશામાં ધૂત હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
બાઈક સવારનું ઘટનાસ્થળે જ મૃત્યું
સોમવારના બપોરે ભચાઉ- ભુજ ધોરીમાર્ગ પર બાઈક સવાર સેખપીરથી ભુજ તરફ આવતો હતો. તે સમયે ટેમ્પો સવારે પાછળથી તેને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર ટેમ્પોની નીચે ચગદાઈ ગયો હતો. જેના કારણે તેનું ધટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યું નીપજ્યું હતું.
રસ્તા વચ્ચે અકસ્માત થતા ગણતરીના સમયમાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. બાઈક સવારમી ગંભીર હાલતને જોતા લોકોએ પોલીસને જાણ કરીને દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
ટેમ્પામાં દેશી દારૂની ખાલી થેલીઓ મળી આવી
અત્યારે બેફામ દોડતા ખાનગી વાહનો અને ટ્રકોના કારણે કચ્છમાં અકસ્માતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. જેમાં આજના બનાવમાં પણ ટેમ્પો સવારની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આયસર ટેમ્પોની ચકાસણી કરતા અંદરથી દેશી દારૂની ખાલી થેલીઓ ડ્રાયવર સીટ પાસેથી મળી આવી હતી. આ બનાવ પછી તંત્રની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે, ત્યારે હવે રોડ પર બેફામ દોડતા વાહનો પર તે કઇક કડક બની નિયમોનું પાલન કરાવે તે જરૂરી બન્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.