• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Oil Tanker Overturns Between Surajbari And Maliya, Causing Traffic Jam Again, Killing People Causing Frequent Traffic Jams

ટ્રાફિકજામ સર્જાયો:સુરજબારી-માળીયા વચ્ચે તેલનું ટેન્કર પલટી જતાં ફરી ટ્રાફિકજામ સર્જાયો, અવાર નવાર ટ્રાફિકજામ સર્જાતા લોકોને હાલાકી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પર સાથેની ટક્કરથી બચવાના પ્રયાસમાં ટેન્કર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું
  • માળીયા પોલીસે રાત્રે અઢી વાગ્યે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો

કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી નજીક ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. જેમાં કંડલાથી સોયાબીન તેલ ભરીને દિલ્હી તરફ જતું એક ટેન્કર આગળ ખોટવાયેલા પડેલા માટી ભરેલા ડમ્પર સાથેની ટક્કરથી બચવાના પ્રયાસમાં ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું હતું. જેના કારણે બંન્ને તરફ 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો થઈ જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈને કે ઈજા થવા પામી નહોતી.

શુક્રવારે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતના પગલે સુરજબારી અને માળીયા તરફના માર્ગે બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાઈ જતા ત્રણ કલાક સુધી વાહનોની રફતાર થંભી ગઈ હતી. સુરજબારી ટોલગેટના કર્મચારીઓ અને માળીયા પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવતાં રાત્રે 02:30 વાગ્યે વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો. આ સ્થળે અવાર નવાર કોઈ કારણોસર ટ્રાફિકજામ સર્જાતો રહે છે અને લોકોના સમય-શક્તિનો વ્યય થવાથી તેમને હાલાકી ભોગવવી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...