ઓફલાઈન પરિક્ષાનો આરંભ:જિલ્લામાં ધો.9 થી 12 ની પ્રથમ સત્રની ઓફલાઈન કસોટી શરૂ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓમાં દેખાયો ઉત્સાહ

કોરોનાના કારણે સૌથી વધુ અસર પડી હોય તો તે વિદ્યાર્થીઓના ભણતર પર છે કારણકે કોવિડના કારણે શાળાઓ બંધ રહી અને ઓનલાઇન પરીક્ષા આપવી પડી હતી.બોર્ડના છાત્રોને પણ માસ પ્રમોશન અપાયું હતું.જોકે હવે પરિસ્થિતિમાં સુધારો આવતા શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે અને પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે ત્યારે કચ્છમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ધો.9 થી 12 ની કસોટીની શરૂઆત થઈ ગઈ છે.

કોરોનાની બીજી લહેર બાદ પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે.જેને લઈને છાત્રોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બોર્ડના છાત્રોની પરીક્ષા બપોરે 2 થી 5 જ્યારે ધો.9 અને 11 ના છાત્રોની પરીક્ષાનો સમય સવારે 11 થી 1 નો રખાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યું કે,કોવિડની બીજી લહેર બાદ ધો.9 થી 12 માં પ્રથમ સેમેસ્ટરની પ્રથમ વખત ઓફલાઈન પરિક્ષાનો આરંભ જિલ્લામાં થયો છે.

ખાસ તો જિલ્લામાં 90 ટકા શાળાઓ દ્વારા બોર્ડ દ્વારા અપાયેલા પ્રશ્નપત્રના આધારે પરીક્ષા લેવાઈ રહી છે અન્ય 10 ટકા શાળાઓ દ્વારા પોતાની રીતે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા છે.રાબેતા મુજબ શાંતિપૂર્ણ માહોલમાં કસોટી લેવાઈ રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...