તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Officials In The Municipality, Including The President, Were Seen Checking The Vehicles Of The Cleaning Contractors And Teaching Goons.

ગૂંઠા ભણાવતા જણાયા:નગરપાલિકામાં પ્રમુખ સહિતના હોદેદારોએ સફાઈ ઠેકેદારોના વાહનો ચકાસતા ગૂંઠા ભણાવતા જણાયા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસ્તવિક સંખ્યા અને સ્થિતિ કાગળ પરના રિપોર્ટથી અલગ જ નીકળી: સફાઇના ઠેકા માટે નવી ટેન્ડરીંગ હાથ ધરાશે

ભુજ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, સેનિટેશન સમિતિના ચેરમેને સેનિટેશન શાખાના સફાઈ ઠેકેદારોના વાહનો ચકાસવાનું શરૂ કર્યું હતું, જેમાં વાહનોની અોળખ દરમિયાન ગૂંઠા ભણાવતા જણાયા હતા, જેથી કાગળના રિપોર્ટ અને જમીની હકીકતમાં મોટા ફરકનો ભાંડો ફૂટ્યો હતો.ઠેકેદારે વોર્ડ વાઈઝ અાપેલા વોર્ડરના લીસ્ટ પરથી વોર્ડને કોલ કરીને સફાઈના વાહનોનો રિપોર્ટ માંગ્યો હતો. ત્યારબાદ સ્થળ ઉપર ઠેકેદાર અને વાહનોને બોલાવાયા હતા, જેમાં વોર્ડર અને ઠેકેદારે જણાવેલા વાહનોની સંખ્યા અને સ્થિતિનો મેળ નહોતો પડતો.

તમામ વાહનોના દસ્તાવેજ, ગાડી નંબર, ડ્રાઈવરનું નામ, લાયસન્સ અને મોબાઈલ નંબર સહિતની વિગતો અેકઠી કરી હતી. ટૂંક સમયમાં સફાઈનો ઠેકો અાપવા ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં અાવશે, જેમાં પણ તમામ વાહનોના દસ્તાવેજી પુરાવા, ફિટનેસ સર્ટીફિકેટ, ડ્રાઈવરના લાયસન્સ જોડવાના રહેશે. અેવું પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ, સેનિટેશન સમિતિ ચેરમેન કમલ ગઢવીઅે જણાવ્યું હતું.

તમામ શાખામાં થશે તપાસ
પદાધિકારીઅોઅે જણાવ્યું હતું કે, વોટર, ડ્રેનેજ, વોટર ટેન્કર, ફાયર બ્રિગેડ, સેનિટેશન સહિતની તમામ શાખાના વાહનોનું અવારનવાર ચેકિંગ કરવામાં અાવશે. હિસાબો પણ ચકાસવામાં અાવશે.

પહેલી વખત પદાધિકારીઅોની સક્રીય ભૂમિકા
સામાન્ય રીતે પદાધિકારીઅો ચેમ્બર્સ, ખુરશી-ટેબલ શોભાવતા હોય છે. નાના મોટા કાર્યક્રમોથી માન સન્માન મેળવવાની ભૂખ સંતોષતા હોય છે. પરંતુ, ભુજ નગરપાલિકામાં પહેલી વખત પદાધિકારીઅો સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા છે. જે અેક સારી નિશાની છે.

અન્ય સમાચારો પણ છે...