તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સુરત પોલીસે માંગેલી 6 વાહનોની માહિતી પૈકી ત્રણના તો રેકર્ડ જ નથી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 વાહનોમાંથી અેક કારનું તો બેકલોગથી ગત વર્ષે રેકર્ડ ભુજમાં નોંધાયેલું
  • કમિશનરે ત્રણ વાહનોના રેકર્ડ લઇ RTOને રૂબરૂ ગાંધીનગર બોલાવ્યા

ગત સપ્તાહમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અાર.ટી.અો. કમિશનરને પત્ર લખી છ વાહનોની માહિતી માંગી હતી, જે તમામ ભુજ અારટીઅોના હોવાથી પત્રને ભુજ મોકલાયો હતો. છ વાહનો પૈકી ત્રણનું તો અાર.ટી.અો.માં રેકર્ડ જ ઉપલબ્ધ ન હોવાની વાત સામે અાવી છે તો રેકર્ડમાં નોંધાયેલા ત્રણ વાહન પૈકી અેક કાર તો ગત વર્ષે બેકલોગથી રેકર્ડમાં નોંધાયેલી છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે છ વાહનોના નંબર લખી માહિતી અાપવા કમિશનરે પત્ર લખ્યો હતો, જે તમામ વાહનો ભુજ અાર.ટી.અો.ના હોવાથી પત્ર ભુજ અાર.ટી.અો.ને તબદીલ કરાયો હતો. છ વાહનોમાં ટ્રાન્સપોર્ટ અને નોનટ્રાન્સપોર્ટ વર્ગના વાહનો છે. અેક કાર તો ગત વર્ષે બેકલોગથી નોંધાયેલી હોવાની સુત્રોઅે કહ્યું હતું. છ વાહનો પૈકી ત્રણ વાહનનું જ રેકર્ડ ઉપલબ્ધ છે બાકીના ત્રણ વાહનોનું કોઇ રેકર્ડ અાર.ટી.અો.માં ઉપલબ્ધ નથી.

રેકર્ડ રૂમમાં રખાયેલા કોથળાઅોમાં અા રેકર્ડ શોધવા માટે તજવીજ હાથ ધરાઇ હતી. જે વાહનોની માહિતી ઉપલબ્ધ છે તે માહિતી રૂબરૂ અાપી જવા કમિશનરે અાર.ટી.અો. સી. ડી. પટેલને બોલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વાહનોની માહિતી ઉપલબ્ધ હોતા તે ગાંધીનગર અાપવા માટે ગયા હોવાનું અને બાકીના ત્રણ વાહનોનું રેકર્ડ શોધવા માટે કચેરીના કર્મચારીઅોઅે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી માંગવામાં અાવેલી છ વાહનોની વિગત પાછળ ચોરીના અથવા ટોટલ લોસ વાહનો પાસિંગ કરાયા હોવાની ચર્ચાઅો વહેતી થઇ છે. અગાઉ પણ પાલનપુર તેમજ સુરતમાં અાવા પ્રકારના વાહનો ભુજની કચેરીમાં પાસિંગ કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...