તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:યુ.કે.થી કચ્છ આવેલા 72 પ્રવાસીમાંથી શંકાસ્પદ 12 નેગેટિવ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાશ : 70 ટકા ઝડપીથી ફેલાતા કોરોનાના નવા સ્ટ્રેનથી જિલ્લો ભયમુક્ત
  • બિનનિવાસી ભારતીયોના આવાગમન પર જિલ્લા આરોગ્ય તંત્રની ચાંપતી નજર

કચ્છમાં યુ.કે.થી અત્યાર સુધી 72 પ્રવાસીઓ આવ્યા છે, જેમાંથી 12 વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાયા હતા. પરંતુ, ટેસ્ટ બાદ તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા સમગ્ર કચ્છની સાથે જિલ્લા આરોગ્ય તંત્ર હાશકારો અનુભવ્યો છે.

બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે, જેમાં કોરોના શરીરમાં 70 ટકા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે, જેથી સમગ્ર વિશ્વની સાથે ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કચ્છમાં પણ બિનનિવાસી ભારતીયોની સારી એવી સંખ્યા છે, જેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી પણ સતર્ક થઈ ગઈ છે અને દરેક વિદેશી પ્રવાસીઓના આવાગમન ઉપર ચાંપતી નજર રાખી બેઠી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી વિગતો મુજબ કચ્છમાં યુ.કે.થી અત્યાર સુધી 72 પ્રવાસી ઉપરાંત જિલ્લા બહારના 2 પ્રવાસીઓના આરોગ્ય તપાસાયા હતા, જેમાં 12 વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. પરંતુ, ટેસ્ટ બાદ તમામનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. એક કેસ ડુપ્લિકેટ જણાયો છે. આમ, અત્યાર સુધી ચિંતા જેવું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો