તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં કોરોનાના નવા 23 સંક્રમિતમાંથી શહેરના 8 અને ગામડાના 15 કેસ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ 198 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ, સારવાર હેઠળ 2030

કચ્છમાં ગુરુવારે નવા 23 સંક્રમિત ઉમેરાયા છે, જેમાં શહેરોના 8માંથી અંજાર, ભુજ, માંડવીમાં 2-2, ગાંધીધામ, મુન્દ્રામાં 1-1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 15માંથી તાલુકા મુજબ જોઈઅે તો ભુજ, નખત્રાણાના 3-3, અંજાર, મુન્દ્રાના 2-2, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવીના 1-1 કેસનો સમાવેશ થાય છે. જોકે, વધુ 198 દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અામ, હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ 2030 દર્દી છે.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા દ્વારા અપાયેલી અખબારી યાદી મુજબ કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 12392 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 10250 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 277 દર્દીઅોના સારવાર દરમિયાન મોત થયા છે. ગુરુવારે વધુ 198 દર્દી સાજા થયા છે, જેમાં સાૈથી વધુ ભુજ તાલુકાના 73 દર્દીઅોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ ક્રમશ: તાલુકા મુજબ ભચાઉ 25, ગાંધીધામ 22, અંજાર 20, મુન્દ્રા 17, માંડવી 14, રાપર 10, અબડાસા 7, લખપત, નખત્રાણા 5-5નો સમાવેશ થાય છે.

ભુજ શહેર, તાલુકાના વધુ 50 સ્થળોઅે કોરોના પ્રવેશ્યો
કોરોના મહામારીના પગલે ભુજ શહેર અને તાલુકાના વધુ 50 વિસ્તારો સીલ કરાયા છે. તા.6 સુધી ભુજમાં 2, માધાપર 2, ધરમપર, ખારી 1-1, તા.8 સુધી ભુજ 7, માધાપર 5, સુખપર, ચુનડી, સરલી, માનકુવા અને સુમરાસરમાં 1--1, તા.9 સુધી ભુજ 6, માધાપર 3, દહિંસરા, ઝુરા 2-2, કોટાડા (ઉ), સુખપર, માનકુવા, ગોડપર, કોટાય, દેશલપર (વાંઢાય) અને સૂરજપરમાં 1-1, તા.11 સુધી ભુજ અને કોટડા (આ.)માં 2-2, મોટા બંદરા, માધાપર, મિરઝાપર અને નાગોરમાં 1-1 ઘરને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...