તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ભુજમાં વિઘ્નહર્તાના સ્થાપનની મંજૂરી મેળવવામાં જ વિઘ્નો !

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભુજમાં વિઘ્નહર્તાના સ્થાપનની મંજૂરી મેળવવામાં જ વિઘ્નો !

શ્રાવણ મહિનાની પુર્ણાહુતી સાથે દુંદાળાદેવ ગણેશજીના આગમનની તૈયારીઓ કચ્છભરમાં શરૂ થઈ ગઈ છે,મૂર્તિકારો પણ ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે. ગત વર્ષે કોવિડના કારણે જાહેર કાર્યક્રમોમાં મંજુરી આપવામાં આવી ન હતી. આ વર્ષે કોરોના હળવો બનતા સરકાર દ્વારા શરતી છૂટછાટ આપવામાં આવી છે. જોકે તેમાં સાર્વજનિક ગણેશોત્સવ માટે મંજૂરીની પ્રક્રિયામાં વિઘ્નો નડતા હોવાનું સપાટી પર આવ્યું છે.

ભુજ શહેરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોને બે સ્થળોએથી મંજૂરી લેવી પડે છે. જેમાં શહેર મામલતદારની કચેરીએથી લાઉડ સ્પીકરની જ્યારે પોલીસ મથકેથી પંડાલ/મંડપની પરમિશન આપવામાં આવે છે. જોકે,4 ફૂટની પ્રતિમા સ્થાપવા માટે મંજૂરી લેવી પડે અને બે કચેરીએ આયોજકોએ અરજી કરવી પડે છે જેને લઈને કચવાટ પ્રવર્તી રહ્યો છે પરંતુ આયોજક દ્વારા અરજી કરવામાં આવે તો તાત્કાલિક બંને કચેરીએથી પરમિશન આપી દેવાય છે તેમજ વ્યવસ્થાના ભાગરૂપે આ મંજૂરી મેળવવાની પ્રક્રિયા કરવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ પૂર્વક લોકો ઘરોઘર ગણેશજીને બિરાજિત કરીને દસ દિવસ સુધી પૂજા-અર્ચના કરતા હોય છે, હાલમાં ઇકોફ્રેન્ડલી મૂર્તિનું ચલણ પણ વધી ગયું છે.

શુ છે ગણેશ સ્થાપન અને વિસર્જનના નિયમ

  • સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ 2 ફૂટની ગણેશ મૂર્તિ સ્થાપિત કરી શકાશે.
  • પંડાલ/મંડપ નાનો રાખવાનો રહેશે
  • સોશ્યલ ડિસ્ટન્સ માટે કુંડાળાની વ્યવસ્થા કરવી પડશે
  • સાર્વજનિક સ્થળોએ પૂજા,આરતી, પ્રસાદ વિતરણ કરી શકાશે,ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.
  • સ્થાપન અને વિસર્જન માટે 15 વ્યક્તિની મર્યાદા,ફક્ત એક જ વાહનને મંજુરી
  • ઘરે સ્થાપિત કરાયેલ ગણેશજીનું ઘરે જ વિસર્જન કરવું હિતાવહ
  • નજીકના કુત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવું

શહેરમાં નામ માત્રની જ મંજૂરી અપાઈ
ભુજ શહેર મામલતદાર કચેરી દ્વારા ટીનસીટી ગ્રાઉન્ડમાં ગણેશમહોત્સવના પંડાલને પરમિશન આપવામાં આવી છે સાથે જ અત્યારસુધી લાઉડ સ્પીકરની 8 મંજૂરી પણ આપવામાં આવી છે.ઉપરાંત એ ડિવિઝન પોલીસ મથકે 4 અને બી ડિવિઝન પોલીસમાં 2 અરજી સોમવારની સ્થિતિએ મળી હોવાનું થાણા ઇન્ચાર્જ દ્વારા જણાવાયું હતું.શુક્રવારે ગણેશ ચતુર્થી હોવાથી આજથી ગુરુવાર સુધી મંજૂરી લેવા માટે સરકારી કચેરીઓમાં ધસારો વધશે તે શકયતા પણ નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...