તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્રય ગૃહમંત્રી અમિત શાહે ધોરડોથી દેશના સરહદી ગામો માટેના વિકાસોત્સવનો આરંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી ગામોના સરપંચોને સંબોધ્યા હતા. ગૃહમંત્રીના આ કાર્યક્રમ વિશે વિવિધ ગામના મુખીઓએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી હવે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસની ઝંખના જાગી છે.
11 પેઢીથી અમે રહીએ છીએ. મારા પિતાએ સરપંચ તરીકે વિકાસના જે સ્વપ્ન જોયા હતા તેને આ સરકારે પુરું કર્યુ છે. સરહદી વિસ્તારમાં રોજગાર વિકાસથી આજે મીઠાનુ રણ મીઠાઇ બન્યું છે. સરકારને મીઠી કો મીઠાઇ બના દિયા. (મિયાહુસેન ગુલબેગ મુતવા, ધોરડો સરપંચ)
સુની સરહદોના ગામોનો વિકાસ ન થતાં લોકો આરોગ્ય, રોજગારી માટે સ્થળાંતર કરતા હતા. હવે સરહદે આવેલા ૪૯ ગામોમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો થયો છે તેમજ આરોગ્ય સેવાઓ વધી છે એટલે હિજરતનું પ્રમાણ ઘટ્યું છે ( નીતિન પટેલ, સરપંચ ઘડુલી)
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૦ જણાંને લાભ મળ્યો છે તેમજ ૩૩૦ મકાનો માટે પ્રતિ એકને રૂ.૧.૨૦ લાખની સહાય મળવાની પ્રગતિમાં છે. સીમાડાના ગામમાં જાગેલી વિકાસની ઝંખના એ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્યો છે. ( ગની મામદ સમા, મોટા દિનારા સરપંચ )
ચારણકા અને સાંતલપુરના વિકાસથી અને સર્વે સ્થળે ઓળખાણ ઉભી કરી છે. બંજર જિલ્લાએ નર્મદાના જળથી લીલીચાદર ઓઢી છે. સરકાર માટે આ ફકત યોજના હશે પણ અમારા માટે અનુભૂતિ છે. (જેસંગ આહિર, સરપંચ, સાંગલી, પાટણ)
ઓવરહેડ ટાંકી અને સંપ દ્વારા છેલ્લા પ૦ વર્ષથી નપાણિયા વિસ્તારના બિરુદને બીએડીપી દ્વારા દુર કરવામાં આવ્યું છે. ઘેર ઘેર નળથી જળ આપવાનું કામ સરકારે કરી અમને સંતોષ આપ્યો છે. ( પ્રકાશ વ્યાસ, સરપંચ, વાવસરી, બનાસકાંઠા)
કચ્છની તમામ પ્રાથમિક શાળાઓમાં અમારી શાળા જેમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ પ્લાન્ટ નાંખવામાં આવે તો મોટા પાયે પાણીના પ્રશ્ને નિરાકરણ લાવી શકાય. શુધ્ધ પાણી વૃક્ષોમાં જતા પર્યાવરણનું જતન થાય છે જે લખપત જેવા સુકા પ્રદેશમાં આશીર્વાદ જેવું છે. (આર.પી.તાવિયાડ આચાર્ય, કનોજ પ્રાથમિક શાળા)
સરહદી વિસ્તારમાં ૮૦૦૦ જેટલા કારીગરો પથરાયેલા છે જે મડવર્ક, માટી વર્ક, મોતીકામ, ભરતકામ, અજરખ પ્રિન્ટ, બાંધણી, બાટિક, ચર્મકલા સહિતની વસ્તુઓ બનાવીને રોજગારી મેળવી રહયા છે. વિકાસોત્સવથી આ કલા ઉજાગર થશે. (રોશની ઠકકર, હસ્તકલા કારીગર)
અમારા ચાર જણાંના પરિવારને મોટા બાંદા ખાતે પાણીના ટાંકા બનવાથી પીવાના પાણીનું નિરાકરણ મળ્યું છે. અમને કાચા માટીના ભૂંગા માટે આર્થિક સહાય મળવાની છે. ભૂંગાનો મીઠો છાંયો પાણી અને તરબૂચ જેવો જ મીઠો છે. ( લાભાર્થી મતુભયા સમા)
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.