તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉલટી ગંગા:હવે વાહન-લાઇસન્સની કામગીરી માટે નજીકની એપોઇન્ટમેન્ટ મળવાની શરૂ

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન બાદ આર.ટી.ઓ. ખુલતા જ બે-બે મહિનાની તારીખ મળતી

કોરોનાની શરૂઆત થઇ ત્યારે આર.ટી.ઓ. કચેરી બંધ કરી દેવાઇ હતી. ચાર માસ બાદ કચેરી ખુલતા કામગીરીનું ભારણ વધારે હતું તો એપોઇન્ટમેન્ટ સિસ્ટમ તેવા ટાણે જ લાગુ કરાઇ હોવાથી લોકોને બે-બે માસની તારીખ મળતી હતી. જો કે, હવે આ કામગીરી માટે એક અઠવાડીયાની તારીખ મળે છે.

લોકડાઉનના ચાર માસના સમયગાળા દરમિયાન આર.ટી.ઓ. કચેરી બંધ રહી હતી. કચેરી ખુલતા કામગીરીનું તેમજ અરજદારોનું ભારે ધસારો નોંધાય તેવી સ્થિતિ હોવાથી સરકાર તરફથી એપોઇન્ટમેન્ટ સિસ્ટમ લાગુ કરી દેવાઇ હતી. એપોઇન્ટમેન્ટ હોય તો જ સિસ્ટમમાં આગળ કામગીરી થઇ શકે તેવી પદ્ધતી લાગુ કરાતા લોકો એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી ચાલવા માંડયા હતા. જો કે, કચ્છ ટ્રાન્સપોર્ટેશન હબ હોવાથી વાહનને લગતી કામગીરીમાં બે બે માસની તારીખ મળતી હતી.

શરૂઆતમાં સ્લોટની મર્યાદા પણ ઓછી હોવાથી અરજદારોને લાંબી તારીખો મળતી હતી. તો એવી જ રીતે લાઇસન્સનો સ્લોટ પણ ઓછુ હોવાથી તેમાં એક માસનો સમય લાગતો હતો. ફેબ્રુઆરી માસથી વાહન અને લાઇસન્સની કામગીરીમાં નજીકની તારીખોના એપોઇન્ટમેન્ટ સ્લોટ મોટાભાગે ખાલી હોવાથી તારીખ મળી જાય છે. નામ ટ્રાન્સફર, લોન કેન્સલ, લોન એડીશન તેમજ અન્ય કામગીરીમાં બે બે માસને બદલે હવે ચારથી પાંચ દિવસની તારીખ મળતી થઇ ગઇ છે.

માર્ચ એન્ડિંગ નજીક, રીકવરીની તૈયારીના ઠેકાણા નથી
માર્ચ માસ નજીક છે ત્યારે વાહન માલિકો પાસેથી લાખો રૂપિયા રકમ રિકવર કરવાની બાકી છે. આર.ટી.ઓ. તરફથી વાહન માલિકોને નોટીસ પાઠવી તેમજ સમાચાર પ્રસિદ્ધ કરાવી સંતોષ માની લીધો હોય તેવું દેખાઇ રહ્યું છે. ગત વર્ષે કરોડો રૂપિયાની આવક થઇ હતી જેની સામે આ વર્ષે લોકડાઉનની આડમાં આવક ઓછી થઇ તેવું દર્શાવી દેવાય તો નવાઇની વાત નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો